ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણસભામાં ક્રિમીનલ બાર એસોસીએશનનાતમામ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ સહિત હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. ક્રિમીનલ બારની સ્થાપના આશરે ૩૧ વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ તથા અમીતભાઈજોષીએ કરેલી. જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કરવામાંઆવેલ હતી. ક્રિમીનલ બાર એસોસીએશન જુનીયર વર્ષોથી ક્રિમીનલ બારએસોસીએશનને જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓને વાંચા આપેલી છે. તમામ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરતા વકિલ મિત્રોને પડતી મુશ્કેલી કે તેઓના પ્રશ્નોઅંગે અવાર નવાર હાઈકોર્ટ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ડિસ્ટ્રીકટજજ સમક્ષ રજુઆતો કરીને સફળ કામગીરી કરી છે. તેમજ પ્રશ્નોનુંસફળ નિરાકરણ કરતું આવેલ છે.
ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ મળેલી. જુનીયર વકીલ હાજર રહેલા જેમાં સર્વાનુમતે સને ૨૦૧૮-૨૦૧૯નાવર્ષ માટે મળતા નીચે મુજબ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે. જેમાં ક્ધવીનર યોગેશભાઈ ઉદાણી, સહ કન્વીનર ઘીમંતભાઈ જોષીતેમજ પ્રમુખ તુષારભાઈ બસલાણી, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા,સેક્રેટરી હેમાંગ જાની, જો.સેક્રેટરી રાજકુમાર હેરમા, ટ્રેઝરર હિતેન્દ્રસિંહ જાડેજા,જયારે કારોબારી સભ્યો તરીકે ગીરીરાજસિંહ જાડેજા, દિનેશભાઈ પમનાથી, શૈલેષભાઈ સુચક, પ્રતાપ પરમાર, પ્રવિણ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, હેમલ ગોહેલ, મહેશ્વરીબેન ચૌહાણતથા મીનાક્ષીબેન દવે તેમજ કો.ઓપ. મેમ્બર તરીકે કમલેશભાઈ રાવલ તથા રાજેન્દ્રસિંહ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.