ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રામનાથ કોવિંદના નામાંકન સમયે હાજર રહ્યા

રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પડઘમ વાગી ગયા છે. જેમાં એનડીએ દ્વારા રામનાથ કોવિન્દને અને યુપીએ દ્વારા મીરા કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આજે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિન્દે નામાંકન કર્યું હતું. નામાંકન સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ હાજર રહ્યા હતા. આ તકે ‚પાણીએ કહ્યું હતું કે, રામનાથ કોવિન્દ ચોકકસપણે રાષ્ટ્રપતિ બનશે. ગુજરાત સહિત સમગ્ર દેશના દલિત સમાજના નેતાઓનું તેમને સમર્થન છે.

દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કહ્યું હતું કે કોંગ્રેસે મીરાકુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરીને દલિત સમાજ સાથે અન્યાય કર્યો છે. જયારે કોંગ્રેસ અને યુપીએ પાસે સ્પષ્ટ બહુમતી હતી ત્યારે તેમણે પ્રતિભા પાટિલ તથા પ્રણવ મુખરજીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા. જયારે હવે બહુમતી ન હોવાથી મીરાકુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસનો આ ચહેરો હવે લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો છે. આ સાથે કોવિન્દ જ રાષ્ટ્રપતિ પદના વિજેતા બનશે તેવો આત્મવિશ્ર્વાસ વિજયભાઈ ‚પાણીએ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.