સૌરાષ્ટ્રમાં અનેક વેપારીઓ સાથે છેતરપીંડી કરી’તી: રૂ.૧ લાખ કબ્જે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વેપારીને સસ્તામાં માલ આપવાના બહાને રોકડની ઠગાઈ કરતી અબુડીયા-ટબુડીયા ગેંગના ૪ શખસોને તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઉઠાવી લઈ રૂા.૧ લાખ રોકડ કબજે કરી અનેક વેપારીને શિકાર બનાવ્યાની કબુલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં શહેરના અબુડિયા-ટબુડિયા ગેંગે ૧૫૦ ફૂટ રીંગરોડ પર પટેલ એન્ટરપ્રાઈઝ અને બીગ બજાર પાછળ સત્યસાઈ મેઈન રોડ પર વેપારીને છેતર્યાની કબુલાત આપી છે.

જોડીયાના પીઠડ ગામનો રમણીક ચમન પઢીયાર, રમેશ કરશન પઢીયાર અને ટંકારાના ધુનડા ગામના ભરત વાઘજી પરમાર સહિત શખસો વેપારીને શિકાર બનાવવાની પેરવીમાં હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઈ હર્ષદસિંહ ચુડાસમા અને અરજણભાઈ ઓડેદરા સહિતના સ્ટાફે ત્રણેય શખસોની અટકાયત કરી પ્રાથમિક પુછપરછમાં ચાર દિવસ પૂર્વે યુનિવર્સિટી રોડ પર આવેલ રવિરત્ન પાર્કમાં રહેતા અને બાપાસીતારામ ચોકમાં ઉમિયા ડ્રાયફૂટ નામે વેપાર કરતા અભિષેક વિજયભાઈ કણસાગરાને સસ્તામાં કાજુ આપવાની લાલચે એક લાખની ઠગાઈ કર્યાની કબુલાત આપી હતી.

સૌરાષ્ટ્રના અનેક વેપારીઓને છેતર્યાના ગૂનામાં ઝડપાયેલા અબુડિયા-ટબુડિયા ગેંગના શખ્સોએ ૧૫૦ ફૂટ રીંગરોડ ઉમીયા ચોક પાસે આવેલી પટેલ એન્ટરપ્રાઈઝની ઈલેકટ્રીક દુકાનના વેપારી સંજયભાઈ રાઘવભાઈ મારવીયા સાથે રૂા.૧.૦૨ લાખના ત્રણ એરકન્ડિસનર અને માહિતી ચોક સત્યસાઈ મેઈન રોડ બીગ બજાર પાછળ આવેલા બટુકભાઈ છગનભાઈ ભાડાણી નામના વેપારી પાસેથી રૂા. ૧.૫૧ લાખના ત્રણ અરેક્ધડીશનર અને રૂા.૨૫,૫૦૦ના ટીવી મંગાવી પૈસા ન ચૂકવવાનીણ કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.