સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્લીના પ્રકાશ યાદવના પરિચયમાં આવ્યા બાદ કૌભાંડ આચર્યું
અબતક,રાજકોટ
રાજકોટ પોલીસે વધુ એક વખત નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વિદેશ જવા ઇચ્છતા લોકો પોતાની પીઆરમાં માર્ક વધારવા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતા હતા. જેની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુરાવા એકત્રિત કરી અન્ય રાજ્યોની યુનિવર્સિટી પાસે ખરાઇ કરી બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ રૂ.10 હજારમાં પડાવતી ધર્મિષ્ઠા અને તેની સાથેના બે શખ્સોની પોલીસે ધરપકડ કર. રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે સાધુ વાસવાણી રોડ પર રહેતા અને મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીની નકલી માર્કશીટો બનાવી આપતા ધર્મિષ્ઠાબેન પટેલની ધરપકડ કરી હતી. બાદમાં તપાસ કરતા તેની મોટરસાયકની ડેકીમાંથી ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. જે અંગે ખરાઇ કરવા મેઘાલય રાજ્યની વિલયમ કેરી યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો.
જેમાં માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું યુનિવર્સિટીના સત્તાધિશોએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં મહિલા અગાઉ મહારાષ્ટ્રના નાંદેર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષે ડુપ્લિકેટ માર્કશીટ તથા સર્ટિફિકેટ બનાવવા અંગે ફરિયાદ નોંધાઇ ચૂકી છે. ધર્મિષ્ઠા નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ માર્કશીટ પોતાના દિલ્હીના ફેસબુક ફ્રેન્ડ પ્રકાશ યાદવ પાસેથી મેળવતી હતી.
સે બાતમીના આધારે વિદ્યાનગર મેઇન રોડ પરથી પારસ જૈનની ધરપકડ કરી તપાસ કરતા તેની પાસેથી આગ્રા તથા અલ્હાબાદ ઉત્તરપ્રદેશ રાજ્યની પોસ્ટ ગ્રેજ્યુએશન ડુપ્લિકેટ શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. બાદમાં ઉત્તરપ્રદેશની યુનિવર્સિટીનો સંપર્ક કરતા આ માર્કશીટ ડુપ્લિકેટ હોવાનું સામે આવતા ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પારસ રૂપિયા 70 હજારથી એક લાખ રૂપિયા મેળવી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે સર્ટિફિકેટ બનાવનાર અમદાવાદના દર્શન કોટકની સંડોવણી હોવાનું સામે આવતા તેની શોધખોળ હાથ ધરી છે
દર્શન કોટક 50 હજાર રૂપિયા કમિશન મેળવી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું પારસ જૈનની પૂછપરછમાં ખુલ્યું છે. જ્યારે પારસે રાજકોટના વૈભવ પાટડિયા અને અમદાવાદના અપૂર્વ પટેલને માર્કશીટ બનાવી આપી હોવાનું ખુલતા રાજકોટના વૈભવની ધરપકડ કરી અમદાવાદના અપૂર્વ પટેલની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં 70 હજારથી લઇ 1.25 લાખ રૂપિયા સુધીની રકમ મેળવી નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત આપી છે.આરોપીઓ ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, આગ્રા, વિલિયમ કેરી યુનિવર્સિટી તેમજ ઉત્તરપ્રદેશ અને અલ્હાબાદની યુનિવર્સિટીની નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી આપતા હતા. આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, વિદેશ જવા માટે પીઆર મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તેમનો સંપર્ક સાધતા હતા. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્ક્સ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.હાલ પોલીસે ત્રનયની ધરપક્ડ કરી અને તેના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
નકલી ડીગ્રી કૌભાંડમાં ધર્મિષ્ઠા મહારાષ્ટ્રમાં પણ પકડાઇ’તી:ડીસીપી જાડેજા
વિદેશ જવા ઇચ્છુકોના વિઝા માટે પીઆર સ્કોર વધારવા માટે નકલી ડિગ્રી કૌભાંડમાં ઝડપાયેલી સાધુવાસવાણી રોડ પર રહેતી ધર્મિષ્ઠા શિલોંગ મેઘાલય રાજયની વિલિયમ કેરી યુનિર્વસિટીની નકલી ડિગ્રીનું વેચાણ કરવાના કૌભાંડમાં ધરપકડ થયા બાદ તેણીની રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં ધર્મિષ્ઠા માકડીયા દોઢેક વર્ષ પહેલાં મહારાષ્ટ્રના નાંદેળમાં પણ નકલી ડિગ્રી કૌભાંડમાં સંડોવણી ખુલ્લી હોવાનું બહાર આવ્યું હોવાનું ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે
વિદેશ જવા ઈચ્છુકોના વિઝા માટે પીઆર સ્કોર વધારવા અપાતી નકલી ડિગ્રી સર્ટિફિકેટના પારસ ખજુરિયા રૂ.70 હજાર ખંખેરતો હોવાની કબૂલાત