શિફ્ટ વાઇઝ અલગ-અલગ ભાડું રહેશે:નિયમો પણ જાહેર
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે આવેલ સુવિધાઓનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તેમજ મ્યુઝિયમની આવકના નવા સ્ત્રોત ઉભા થાય તે હેતુથી મ્યુઝિયમ કેમ્પસમાં આવેલ કોન્ફરન્સ હોલ ખાનગી અને સરકારી સંસ્થા -વ્યક્તિઓને ભાડે આપવા બોર્ડ મીટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે. કોન્ફરન્સ હોલનું ભાડું સવારે 9 થી બપોરે 2 કલાક સુધી રૂ.5,00, બપોરે 3 થી સાંજે 8 કલાક સુધીનું ભાડું રૂ.5,000,
સવારે 9 થી સાંજે 6 કલાક સુધીનું ભાડું રૂ.8,000/- નિયત કરાયું છે. કોન્ફરન્સ હોલ વધુમાં વધુ 90 કેલેન્ડર દિવસ અગાઉ બુક કરાવી શકાશે. બુકીંગ સ્લોટવાઇઝ કરી શકાશે. મીટીંગ, પ્રેઝન્ટેશન, તાલીમ, વર્કશોપ વિગેરે પ્રકારના કાર્યક્રમો માટે જ ભાડે આપવામાં આવશે. અન્ય કોઇ પણ હેતુ માટે ભાડે આપવામાં આવશે નહી. મીટીંગ હોલની કેપેસીટી 60 વ્યકિતઓની છે. જેનાથી વધુ વ્યકિતઓનું સીટીંગ અરેજમેન્ટ કરી શકાશે નહી. એટલેકે મહત્તમ 60 વ્યકિતોની મર્યાદામાં જ કાર્યક્રમ કરી શકાશે.
વધુમાં વધુ સળંગ 07 દિવસ માટે બુક કરી શકાશે. કોન્ફરન્સ હોલ ભાડે રાખનારને બાજુમાં આવેલ વી.આઈ.પી. લોન્જ ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે. વીજળી, સફાઇ, સાઉન્ડ સીસ્ટમ, ખુરશી, ટેબલ અને પ્રોજેકટરની સુવિધા ભાડામાં સમાવિષ્ટ રહેશે.