રાજકોટની તમામ આઇ.ટી. કોલેજના વિદ્યાર્થીઓ આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં જોડાશે: અઘ્યાપકો ‘અબતક’ની મુલાકાતે
સમગ્ર શિક્ષણ જગતમાં આગવી છાપ ઉભી કરનાર એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીન દ્વારા આઇ.ટી. ના વિઘાર્થીઓમાટે ખાસ સ્ટેટ લેવલ કોન્ફરન્સ નું આયોજન શનિવારના રોજ સવારે ૮.૩૦ થી ૨ ના સમયમાં કરવામાં આવ્યું છે.
આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ અંતર્ગત રાજકોટની તમામ આઇ.ટી. કોલેજના વિઘાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આસ્ટેટ લેવલ કોન્ફરન્સ માં રાજકોટના આઇ.ટી. જગના મહાન વકતાઓ દ્વારા વિઘાર્થીઓને ઉંડાણ પૂર્વક જ્ઞાનરસ પીરસવામાં આવશે. જેમાં અતીથી વિશેષ સૌરાષ્ટ્ર યુનિ.ના વી.સી. ડો. નીતીનકુમાર પેથાણી તથા સૌરાષ્ટ્ર યુનિ. ના પ્રો. વી.સી. ડો. વિજયભાઇ દેસાણી તથા રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ એસો. પ્રમુખ અજયભાઇ પટેલ ખાસ ઉ૫સ્થિત રહેશે. આ તકે આઇ.ટી. વિભાગના હેડ કરિશ્મા રુપાણી વિશાલ રાણપરા, જીગ્નેશ થાનકી એ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ કોન્ફરન્સ બે સેશનમાં યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના ૩પ૦ થી પણ વધુ વિઘાર્થીઓ જોડાશે. અને ભાગ લેનાર દરેક વિઘાર્થીને સર્ટીફીકેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કોન્ફરન્સમાં ભાગ લેનાર વિઘાર્થીઓને એન.એફ.ડી.ડી. હોલ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બપોરે ૧૨.૪૫ થી ૧.૩૦ સુધી અપાશે.
આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ દ્વારા વિઘાર્થીઓને આઇ.ટી. જગતની નવી ટેકનોલોજી વિષે ઊંડાણ પૂર્વક માહીતગાર અપાશે.
ડો. પરાગ શુકલ કે જેઓ રાજકોટની આત્મીય યુનિ.માં એમ.સી.એ. વિભાગમાં હેડ છે. તથા તેઓએ વિઘાર્થીઓને નવા નવા વિષયોથી માહીતગાર કરવા માટે અનેક સેમીનાર પણ કરેલ છે.
પ્રોફેસર નીલેશ અડવાણી કે જેઓ રાજકોટ ની મારવાડી યુનિવીસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તથા તેઓ ને ચાર વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ છે. આવા બે મહાન વકતાઓને સતત ૪ કલાક સુધી જ્ઞાનરસ પીરસવાના છે. તો આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં રાજકોટની તમામ આઇ.ટી. કોલેજના વિઘાર્થીઓને પધારવા માટે એચ.એન. શુકલ પરિવાર દ્વારા અનુરોધ છે.
એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો. નેહલ શુકલ મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલ રુપાણી તથા ટ્રસ્ટી સંજય વાધર ના માર્ગદર્શન હેઠળ આઇ.ડી. વિભાગના હેડ કરીશ્માબેન પાણી તથા અઘ્યાપક વિશાલભાઇ રાણપરા, જીગ્નેશભાઇ થાનકી તથા તમામ સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.