જી.એસ.ટી. અને સી.એ. અંગે સેમિનાર તેમજ સી.એ.ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
રાજકોટ બ્રાન્ચ ઓફ ડબલ્યુ.આઇ.આર.સી. ઓફ આઇ.સી.એ.આઇ. ખાતે તા.27/8ના રોજ જીએસટી અને સીએ પ્રેક્ટિસ પર સેમિનારનું આયોજન થયું હતું. જેમાં જીએસટી હેઠળ લીટીગેશન મેનેજમેન્ટ, સી.એ. પ્રેક્ટિસ, વે ફોરવર્ડ નિષ્ણાંત વક્તાઓ દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યો હતો.
જેમાં રાજકોટથી સીએ અભિષેક દોશી, સીએ દિપક રીન્ડાણી, સીએ બ્રિજેન સંપટ, અમદાવાદથી સીએ મેહુલ દીવાનજી દ્વારા નવા થયેલા સીએને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએના ઇન્ટરમિડીયેટ અને સીએ ફાઇનલ કોર્સની પરિક્ષાના રેન્કર્સ તેમજ સીએના ફાઇનલ અને સીએ ઇન્ટરમિડીયેટ કોર્સમાં ડીસેમ્બર-2021 અને મે-2022ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સીએ બ્રાન્ચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ ભાવિન દોશી, વાઇસ ચેરમેન, સીએ મૌલિક ટોલીયા, સેક્રેટરી મિતુલ મહેતા ટ્રેઝરર તથા કમિટી મેમ્બર સીએ સંજય લાખાણી, સીએ રાજ મારવાણિયા, સીએ તેજસ દોશીએ જહેમત ઉઠાવી હતી અને કોન્ફરન્સને સફળ બનાવી હતી.