દેશ-વિદેશના ૧૦૦૦ જેટલા લોકો લાઇવ સ્ટ્રીમીંગના માઘ્યમથી વેબિનારમાં જોડાયા
જૂનાગઢ કૂષિ યુનિ.સલગ્ન કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ દ્વારા તા. ૨૮ થી ૩૦ મે,૨૦૨૦ સુધી કોવીડ-૧૯ પછીના યુગમાં ભારતીય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે પડકારો, તકો અને ભવિષ્ય વિષય પર એક રાષ્ટ્રીય કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
આ વેબિનારમાં ભારતીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રના નામાંકિત વૈજ્ઞાનિકો અને તજજ્ઞોએ અતિમહત્વના વિષયો પર તેમના મોલિક વિચારો રજુ કર્યા હતા. ભારતીય મત્સ્યોદ્યોગ તેમજ કૃષિ શિક્ષણ ક્ષેત્રની સુવિખ્યાત સંસ્થાઓ જેમકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-નવી દિલ્લીના આસીસ્ટન્ટ ડાયરેકટર જનરલ, ડો. જી.વેંકટેશવરલુ, સી.આઈ.એફ.ટી.-કોચીનના નિયામક ડો. સી. એન. રવિશંકર, કોલેજ ઓફ ફિશરીઝ, મેંગલોર (કર્ણાટક)ના ડીન (નિવૃત) ડો. કે. એમ. શંકર, કોલેજ ઓફ ફીશરી સાયન્સ, મુથુકુર (આંધ્રપ્રદેશ)ના ડીન ડો. પી. હરીબાબુ, કેન્દ્રીય મત્સ્ય શિક્ષણ સંસ્થા, મુંબઈના ડો. અર્પિતા શર્મા અને ડીપ્લોમા ઓફ ફિશરીઝ એન્જીનીયરીંગ, રત્નાગીરી (મહારાષ્ટ્ર)ના આચાર્ય ડો. એમ. એમ. શિરધનકર દ્વારા કોવીડ-૧૯ ને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિને અનુસંધાને ભારતીય મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર તેમજ મત્સ્યવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રના પડકારો, તકો અને ભવિષ્ય ઉપર ગહન વિચારો રજુ કર્યા હતાં.
આ વેબિનારમાં વિવિધ વિષયો જેમકે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે કોવીડ-૧૯ની અસરો અને તકો, ટકાઉ ઝીંગા ઉછેર માટે પડકારો અને ઉકેલ, એક્વાકલ્ચરમાં આરોગ્ય નિયમન માટે બાયોસિક્યોરીટીની જરૂરિયાત, મત્સ્ય પ્રોસેસિંગ અને મુલ્ય વર્ધિત ઉત્પાદન માટેની તકનીકો, ફિશરીઝ ક્ષેત્રે બૌદ્ધિક સંપત્તિ અધિકારોનું મહત્વ અને ભારતમાં ફિશરીઝ શિક્ષણ ક્ષેત્રે પડકારો અને તકો પર તજજ્ઞો દ્વારા જ્ઞાન પીરસવામાં આવેલ હતું.
કુલ ૫૦૦ જેટલા લોકોએ ઓનલાઈન ઈન્ટરેકટીવ સત્રમાં હાજર રહી તેમજ અન્ય ૧૦૦૦ જેટલા લોકોએ લાઈવ સ્ટ્રીમીંગના માધ્યમથી આ ત્રણ દિવસીય વેબિનારમાં ભાગ લીધેલ. ઉપરોકત વિદેશી વિદ્યાર્થીઓ વેબિનારમાં જોડાયા હતાં.