અમેરિકાના ટેક્સાસમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. 1.4 કરોડની વસ્તી ધરાવતા આ રાજ્યમાં પીવાના પાણી માટે લોકોને બરફ ઉકાળવો પડે છે.
અહીંયા લાખો લોકોને વીજળીના હોવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હિમપ્રપાત અને શીત લહેરોના કારણે કરોડો લોકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. એક તરફ વીજળી ના હોવાથી અંધારપટ્ટ છવાયો છે તો બીજી તરફ પાણીની સમસ્યા ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે.
પ્રકૃતિના કહેરના કારણે લોકો સુધી પીવાનું પાણી નથી પહોંચી રહયું. લોકો બરફ એકઠો કરી તે ઉકાળીને પાણી પી રહ્યા છે. ઘણા લોકો પાણીની વેચાતી બોટલ ઉપર પણ નિર્ભર છે. આ બોટલ ખરીદવા લાંબી કતારો લાગે છે.