કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા સામાન્ય મેડીકલ પ્રેકિટશનો પણ સારવાર આપવા લાગ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રોગચાળો વ્યાપક થતા સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર તથા ઓકિસજન બેડ ફુલ વેઈટીંગની સ્થિતિ ખાનગી હોસ્પિટલો જયાં કોરોનાની સારવારની સવલત છે. તેમાં પણ દર્દીફુલની સ્થિતિ તથા વેઈટીંગ, ઓકિસજન બાટલા રૂ. પાંચ હજારની ડિપોઝીટમાં મળતા તે કયાંય મળતા જ નથી !! ઓકિસજનના ઓટોમેટીક મશીન કે તે 25/27 હજારના મળતા હતા. તે 50/55 દેતા પણ મળતા નથી. અને જે આપે છે. તે કંપનઓ પણ એડવાન્સ પેમેન્ટ સાથે એકાદુ નંગ વેઈટીંગમાં 4/5 દિવસે આપે છે. સતત વધતા કોરોનાના કેસમાં તેના માટે જરૂરી દવાઓ જે ખાનગી મેડીકલોમાં મળતી તે પણ હવે ઓછી થવા માંડી છે. તો સારા માસ્ક, ઓકિસમીટર, થર્મલગન પણ હવે ઓછા થવા માંડયા છે. હાલ કોનાના દર્દીની સંખ્યાઓ વધવા માંડતા સામાન્ય મેડીકલ પ્રેકિટશનરો પણ કોરોનાની સારવાર કરવા માંડયા છે. તો કોરોના દર્દી હવે ગામડાઓમાં સામાન્ય ડિગ્રીવાળા ડોકટરની સારવાર લેતો થઈ ગયો છે.