પાવન સવંત્સરી પર્વની ભવ્યાતીભવ્ય ઉજવણી રાજકોટમાં કરવામાં આવી હતી જેમાં રાજકોટનાં મણીયાર દેરાસર ખાતે પણ જૈનોના પ્રતિક્રમણમાં જોડાયા હતા.
ગીરીશભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિશ્ર્વમાં તમામ ધર્મોની અંદર જૈન-ધર્મ ખુબ જ સાઈન્ટીફીક ધર્મ છે. જેની સાથે તમામ જીવોને સાંકળી લેવામાં આવ્યા છે. આ ધર્મમાં પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન તમામ જીવોને ખમાવામાં આવે છે. વિશ્ર્વની અંદર માત્ર એક જ ધર્મ એવો છે જે તમામ ધર્મને મન, વચન અને કર્મથી ખમાવે છે. વર્ષ દરમિયાન અને જીવન દરમિયાન જે કંઈ મન, વચન અને કર્મથી સામેની વ્યકિતને દુ:ખ થયું હોય તો તેની હૃદયપૂર્વકની માફી માંગવામાં આવે છે.
આ બોધ મહાવીર સ્વામી ભગવાને આપ્યો છે. આ પર્વની ઉજવણી જૈનો હર્ષભેર કરી રહ્યા છે. સાથો સાથ ‘મિચ્છામી દુકકડમં’ બોલીને તમામ જીવોની કે લોકોની માફી માંગવામાં આવે છે. રાજકોટનાં મહાવીર સ્વામી દેરાસર ખાતે બહોળી સંખ્યામાં જૈનો પ્રતિક્રમણમાં જોડાયા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન કમલેશભાઈ લાઠીયાએ જણાવ્યું કે, અમારા મહાપર્વ પર્યુષણનો છેલ્લો દિવસ એટલે સવંત્સરીનો દિવસ છે. જાગનાથ દેરાસરમાં દરરોજ સરસ આંગી કરવામાં આવે છે. રાત્રે ભાવના પણ રાખવામાં આવી છે. રાજકોટના બધા જ દેરાસરમાં આઠ દિવસ અલગ-અલગ આંગી કરવામાં આવતી હોય છે ત્યારે જાગનાથમાં મુળનાયકદાદા મહાવીર સ્વામી છે. પર્યુષણમાં અમારે મોટામાં મોટો દિવસ સવંત્સરીનો હોય છે કે જેમાં બધા જ ધર્મ, ધ્યાન, તપ વગેરે નાનાથી માંડીને મોટા બધા ઉપવાસ, એકાસણા, બેસણા વગેરે કરે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રશ્મિબેન મહેતાએ જણાવ્યું કે, અમારે પર્યુષણ પર્વનું ખુબ જ મહત્વ હોય છે. ૧૨ મહિનામાં જે પાપો થયા હોય તે પાપોનું પ્રાયશ્ર્ચિત કરવાનું આજે અમારો સવંત્સરીનો મોટામાં મોટો દિવસ કહેવાય. આજે અમે બધા સાથે શમાપ્ના કરવાની કોઈ સાથે વેર-ઝેર, અસંબંધ થયો હોય તો તેને ખમાવી મિચ્છામી દુકકડમં કરી અને પછી ખમારે મોટુ પ્રતિક્રમણ કરવાનું હોય, પર્યુષણ પર્વના દિવસોમાં દરરોજ પ્રતિમાજીની અલગ-અલગ આંગી કરવામાં આવતી હોય છે.