દસ દિવસના રાજકોટના ડો. યાજ્ઞીક રોડ ખાાતે ગણેશ મહોત્સવમાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ રાજકોટની ધર્મપ્રેમી જનતાએ આશિર્વાદ પ્રાપ્ત કર્યા
ભૂદેવ સેવા સમીતી દ્વારા આયોજીત રાજકોટ કા મહારાજા નું સફળતાપૂર્વક સમાપન આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમ્યાન સુશોભીત આરતી, બાળકો માટે સુંદર વેશભૂષા સ્પર્ધા, હનુમાન ચાલીસાના પાઠ, વિઘ્નહર્તાને અન્નકોટ, 108 દિવડાની ભવ્ય મહાઆરતી, અર્થવશિષના પાઠ, સત્યનારાયણ ભગવનની કથા, તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે ગણેશ મહોત્સવ દરમ્યાન દરરોજ વિદ્વાન શાસ્ત્રી ભાગવતા ચાર્ય ગોપાલભાઇ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત રાજયના મંત્ર અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ચેરીટી કમિશ્નર ચિરાગભાઇ જોશી, રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એસ.પી. બન્નોબેન જોશી, રાજકોટના મેયર ડો. પ્રદીપભાઇ ડવ, આઇ.એસ.એસ. ડો. ધીમેન વ્યાસ, શિક્ષણ સમીતીના ચેરમેન સંગીતાબેન છાયા, ઔદિચ્ય ઝાલાવાડી ભગીની મંડળ, બ્રહ્મ કર્મચારી મંડળ, બ્રહ્મ સાશ્યલ ગ્રુપ, વ્યાસ સોશ્યલ ગ્રુપ, માલવીયા કોલેજ, ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, ડી.ડી.ઓ. દેવ ચૌધરી બાપા સીતારામ ગ્રુપ હળવદ બ્રહ્મ મિત્ર મંડળ, ઔદિચ્ય ઝાલાવડ સતર તાલુકા બ્રહ્મસમાજ, શ્રીમાળી બ્રહ્મસમાજ રેલવે બ્રહ્મસમાજ, બ્રહ્મ રંગભૂમિના કલાકારો, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સમસ્ત બ્રહ્મસમાજ બ્રહ્મ વકીલ એસો., ડોકટર્સ એસો, બ્રહ્મ ઉઘોગપતિ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, નેહલભાઇ શુકલ, ઘનસુખભાઇ ભંડેરી, કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, એડવોકેટ અનિલભાઇ દેસાઇ, મહામંત્રી કિશોરભાઇ અને નરેન્દ્રસિંહ ઠાકુર હાજર રહ્યા હતા.
પઁડાલમાં રાખેલ સેલ્ફી ઝોનમાં ‘આઇ લવ રાજકોટ કા મહારાજા’ લખેલ કાર્ડ સાથે સેલ્ફી લેવા માટે નાના બાળકોથી વડીલો સુધી આકષણનું કેન્દ્ર બની ગયું હતું. આ મહોત્સવને સફળ બનાવવા પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિશાલ આહ્યા, નિશાંત રાવલ, માનવ વ્યાસ, જય પુરોહિત, વિશાલ ઉપાઘ્યાય, નિરજ ભટ્ટ, પરાગભાઇ મહેતા, મીહિત વ્યાસ, ભરતભાઇ દવે, અર્જુન શુકલા, જય જોશી, સંદિપ પંડયા, મીત ભટ્ટ, પ્રશાંત ઓઝા, મનન ત્રિવેદી, જીતેશ પંડયા, પુજન પંડયા, વિવેક જોશી, કૌશલ ભટ્ટ, રાજ વ્યાસ, રણવીર ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી હતી.