૪૫૦થી વધુ સ્ટોલ, આધુનિક મશીનરી, ફુડ ડિલેવરી અને પેકેજીંગના સાધનોએ આકર્ષણ જમાવ્યું
ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાતના સૌથી ભવ્ય ખાદ્ય એકસ્પોનો આજે ચોથો અને અંતિમદિવસ છે ત્યારે એકઝીબીશનનો અત્યાર સુધીમાં એક લાખથી વધુ મુલાકાતીઓએ લાભ લીધો હતો. આ આયોજનમાં ૪૫૦થી પણ વધુ ખાદ્ય-ખોરાક અંગેના સ્ટોલ રાખવામાંઆવ્યા હતા. જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ,બેકરી, કેટરીંગ, ફરસાણ,ડેરી આઈટમ, નમકીન, ગૃહ ઉધોગ,પેકેજીંગ, આધુનિક મશીનરી સહિતની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. એકઝીબીશનમાં મોટી સંખ્યામાં ખાદ્ય ઉત્પાદકો,ટ્રેડરો, સપ્લાયર, એકસ્પોટરોતેમજ રોકાણકારો જોડાયા હતા. સમગ્ર આયોજનનું ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. આજે એકઝીબીશનના છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સૌથી મોટાખાદ્ય એકસ્પોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સ્ટ્રોંગ સોડામાટેના બેસ્ટ મશીનો, ૪૦થી વધુ સોડાની ફલેવર્સ ઉપલબ્ધ: અફઝલભાઈ
જોશ સોડાના અફઝલભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ભાવનગરથી છીએ અને જોશ સોડા નામે સોડા મશીન બનાવીએ છીએ. અમારા મશીન ફુડ મોલ, પાર્લસમાં, કેન્ટીન બધી જ જગ્યાએ સપ્લાય કરીએ છીએ. અમારા મશીન્સ સ્ટ્રોંગ સોડા માટે જાણીતા છે. કવોલીટી આપવી એ અમારો મુખ્ય ઉદેશ છે.
અમારી પાસે ૪૦ ફલેવર્સ છે. બધા જ ટેસ્ટી ફલેવર્સ છે. ટકીલા શોટસ, ડાયમંડ મસ્તી, ફુલજર, પટીયાલા શોટસ, ફુટ બેઝ ફલેવર્સ લોકોને ખુબ જ પસંદ પડે છે. આ એકઝીબીશનમાં લોકોનો ખુબ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
ગુણવત્તાની તકેદારી ખુબ જ મહત્વની: એસ.પી.સિંઘ
ગુનગુનવાલા ફુડ ઈકવીપમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના એસ.પી.સિંઘે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ફેકટરી અમદાવાદમાં આવેલી છે. અમે સ્નેકસ ફુડ મશીનરીના કામ કરીએ છીએ. નમકીન સાથે જોડાયેલફુડ મશીનરી પર કામ કરીએ છીએ. અમે ભારતભરમાં મશીન સપ્લાય કરીએછીએ.
છેલ્લા ત્રણ વર્ષથી વિદેશમાં પણસપ્લાય કરી રહ્યા છીએ. કવોલીટીના બધા જ પેરામીટરને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ.ટાઈમ મેનેજમેન્ટ, કવોલીટી, ઈમ્લીમેન્ટ્સ અને કોઈ ભુલ થાય તો તેને સ્વીકારવું એ પછી તેમાં સુધારો લઈ આવીઅને આગળ વધવું એ અમારા મુખ્ય સ્ટેપીંગ્સ છે. એકિઝબિશનના બીજા દિવસે લોકોનો ખુબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.
૧૬ થી ૧૭ પ્રકારના વિવિધ શ્રીખંડ, દુધની મીઠાઈઓ તેમજ સ્પેશિયલ વેરાયટી ઉપલબ્ધ: મિલનભાઈ
તિ‚પતિ ડેરી ફાર્મના મિલનભાઈએ જણાવ્યું હતુંકે, હું રાજકોટથી આવું છું. મારી રીટેલ શોપ તિરૂપતિ ડેરી ફાર્મ છે. છેલ્લા ૨૫ વર્ષથી અમે આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ.
અમે બધા પ્રકારની મીઠાઈ તેમજ દુધની આઈટમ રાખીએ છીએ. આજે ગાંધીનગરમાં અમે અમારી સ્પેશિયલ વેરાયટી જેમાં મેં ત્રણ વર્ષ મહેનત કરી હતી તે શીખંડનો સ્ટોલ રાખેલ છે.
જેમાં ૧૬ થી ૧૭ પ્રકારના શીખંડ છે. જેની પ્રાઈઝ લોએસ્ટરાખી છે. શીખંડમાં કેસર ડ્રાયફ્રુટ કે જેને રાજભોગ કહે છે.
અફઘાન ડ્રાયફ્રુટ, બટરસ્કોચ ડ્રાયફ્રુટ જે મારી સ્પેશિયલ વેરાયટી છે.એ સિવાય સીતાફળ, રાવણા, સ્ટ્રોબેરી, પાઈનેપલ, જામફળ આ બધી જ ફલેવર હું ટેસ્ટીંગમાં આપુ છું.