વિધાનસભા -68 વિધાનસભા 71ની કાર્યશાળામાં અલ્પકાલીન વિસ્તારકો તરીકે જનારા કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડતા ધનસુખ ભંડેરી

પ્રદેશ ભાજપની યોજનાનુસાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી તા . 11 થી 13 જૂન દરમ્યાન રાજયભરમાં અલ્પકાલીન વિસ્તારક યોજનાનો પ્રારંભ થઈ રહયો હોય અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત શકિતકેન્દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ 3 દિવસ માટે વિસ્તારક તરીકે જશે . તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઘ્વારા રાજકોટ મહાનગરમાં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત જનાર વિસ્તારકો માટે વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ . તે અંતર્ગત શહેર ભાજપ ઘ્વારા રાણીંગા વાડી ખાતે વિધાનસભા 69 અને 70 ની કાર્યશાળા યોજાયા બાદ વિધાનસભા -68 અને વિધાનસભા -71 ના સમાવિષ્ટ વોર્ડ માટેની કાર્યશાળા યોજાઈ હતી . અને ચારેય વિધાનસભાની અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત કાર્યશાળાનું સમાપન કરવામાં આવેલ હતું .

આ તકે આ કાર્યશાળાનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , મેયર ડો . પ્રદિપ ડવ , ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી , સુરેન્દ્રનગર ભાજપ પ્રભારી નિતીન ભારાજ , શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ , સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ , નિતીન ભુત સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી  પ્રારંભ કરવામાં આવ્યો હતો . આ કાર્યશાળા દરમ્યાન અલ્પકાલીન વિસ્તારકો તરીકે જનાર કાર્યકર્તાઓને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ધનસુખ ભંડેરીએ અલ્પકાલીન વિસ્તારકો તરીકે જનાર કાર્યકર્તાઓને શક્તિ કેન્દ્રના સંયોજકના બુથમાં પ્રવાસ તેમજ પ્રવાસ દરમ્યાન બુથકક્ષાએ શક્તિકેન્દ્ર સંયોજક , બુથ અધ્યક્ષ , બીએલએ -2 , પેજ સમિતિના સભ્યો સાથે બેઠકો કરવા અંગે , બુથ તેમજ પેજ સમિતિના સભ્યોને પ્રાથમિક સભ્યો બનાવવા અંગે , તેમજ પ્રવાસ દરમ્યાન બુથમાં કરવાના 6 કાર્યક્રમની માહિતી , આગામી કાર્યક્રમોની માહિતી , બુથની રાજકીય ચર્ચા અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ .આ કાર્યશાળામાં વિધાનસભા 68 અને વિધાનસભા 71 ના સમાવિષ્ટ આ વોર્ડના વોર્ડપ્રભારી – પ્રમુખ- મહામંત્રી , કોર્પોરેટર , મોરચાના પ્રમુખ મહામંત્રી , હોદેદારો તેમજ અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યશાળાને સફળ બનાવવા આઈટી સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ , શેલેષ હાપલીયા , જય શાહ , જય સોનાગ્રા સહીતના એ જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યાલય ખાતેથી અનીલભાઈ પારેખ , હરેશભાઈ જોષી , રમેશભાઈ જોટાંગીયા , રાજ ધામેલીયા , ચેતન રાવલ , પી.નલા 2ીયન એ જહેમત ઉઠાવી હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.