ફાર્મસી ભવનના આશરે ૧૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની લાગણી વ્યકત કરી
સૌરાષ્ટ્ર યુનિ.માં દિવસે ને દિવસે પોતાની અનોખી ઓળખાણ બનાવી રહેલુ તેમજ કુદકે ને ભૂસકે પ્રગતિ કરી રહેલ ફાર્મસી ભવનના ૧૦ વર્ષ પૂર્ણ થયા બાદ ગત તા.૧૭ ડીસે. ૨૦૧૭ના રોજ ભવ્ય એલ્યુમની મીટ ૨૦૧૭નું આયોજન કરેલ હતુ.
સૌ પ્રથમ જનરલ બોડી મીટીંગ મળી હતી. અને તેમાંગ ત વર્ષમાં થયલે અમુક પ્રશ્ર્નોનું નિરાકરણ તેમજ આવતા વર્ષ માટે નકકી કરેલ ધ્યેય ઉપર ચર્ચા થઈ હતી. ત્યારબાદ એલ્યુમની મીટ ૨૦૧૭ કાર્યક્રમની શ‚આત થઈ હતી. એલ્યુમની મીટ ૨૦૧૭ના ઈનોગ્રેશન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાતના કમિશ્નર ડો. હેમંત કોશિયા, ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીટીયું યુનિ.ના કુલપતિ ડો.
નવીનભાઈ શેઠ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો. મિહિર રાવલ અને પાર્મસી ભવનના એલ્યુમની એસો.ના ડો. ઓર્ડિનેટર કશ્યપભાઈ ઠુમર ઉપસ્થિત રહ્યા હતા. ડો. હેમંત કોશિયાએ ફાર્મસી ભવનમાંથી પોતાનું પીએચડી પૂર્ણ કરીને ભવનના એલ્યુમની હોવાનું ગૌરવ વ્યકત કર્યું. તેમણે કહ્યું કે ખૂબજ ઓછાસમયમાં આવી હરળ ફાળ પ્રગતિ કરનાર અને રિસર્ચ ક્ષેત્રે ઉમદા ફાળો આપનાર ભવનમાં નો એક ભવન ફાર્મસી છે. આ ઉપરાંત તેમણે ડો. નવીનભાઈ શેઠને પોતાના પીએચડીના અભ્યાસ દરમિયાન માર્ગદર્શન ‚પી સહાય કરવા માટે આભાર વ્યકત કરીને ફાર્મસી ભવનને આ સ્તર સુધી લઈ જવામાં તેમનો મહત્વનો ફાળો છે તેમ જણાવ્યું હતુ.
ત્યારબાદ ફાર્મસી ભવનનો પાયો નાખનાર અને હંમેશા ભવનને આગળ લાવવામાં ઉમદા ફાળો આપનાર ભવનના અધ્યક્ષ તરીકે, ત્યારબાદ જીપીએસસીમાં મેમ્બર તરીકે સેવા આપી હાલ જીટીયુ યુનિ.ના કુલપતિ તરીકે ફરજ બજાવી રહેલા ડો. નવીનભાઈ શેઠનુ સન્માન કરી તેમને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો. તદઉપરાંત ફાર્મસી ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી આશીફ હૂંડા અને કેવિન ટીલવાને એન્ટરપ્રેન્યૂરશીપ એવોર્ડ, ભાર્ગવ દેશાઈને બેસ્ટ પ્લેસમેન્ટ આસીન્ટંટ એવોર્ડ, પૂનમ ને યંગ એલ્યુમનસ એવોર્ડ એનાયત કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હંમેશા ભવનના હિતેચ્છુ રહેવા બદલ ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો. મિહિર રાવલે તેમજ ફાર્મસી ભવનના એલ્યુમની એસો.ના ડો. ઓર્ડિનેટર કશ્યપભાઈ ઠુંમરે આભાર વ્યકત કર્યો હતો.
આ એલ્યુમની મીટ ૨૦૧૭માં ગુજરાતભરમાં જુદી જુદી જગ્યાએ કામ કરી રહેલા સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી ભવનના આશરે ૧૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈને ફાર્મસી ભવન પ્રત્યેની પોતાની લાગણી વ્યકત કરી હતી. એલ્યુમની મીટ ૨૦૧૭ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટ્રાર રમેશભાઈ પરમાર અને જીટીયુ યુનિ.ના કુલપતિ ડો. નવીનભાઈ શેઠ ફાર્મસી ભવનના અધ્યક્ષ ડો. મિહિર રાવલ તેમજ ફાર્મસી ભવનના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.