ભારતભરમાંથી 800 જેટલા બ્રાહમણ ઉમેદવારો સહભાગી: બ્રહમ એકતા અને સંગઠન ઉપર ભાર મૂકતા બ્રહમ અગ્રણીઓ: બ્રહમ રત્નોનું બ્રહમ ગૌરવ એવોર્ડથી સન્માન
ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્રેની ભાટીયા બોર્ડીંગ ખાતે સમગ્ર બ્રાહમણ જ્ઞાતિ યુવક યુવતી પરિચય સંમેલનનું હાઈટેક આયોજન કરાયુ હતુ. જેમાં દેશભરમાંથી અંદાજે 800 જેટલા ઉમેદવારો સહભાગી બન્યા હતા . ટ્રસ્ટના આધિષ્ઠાતા ભુવનેશ્વરીપીઠ ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા , રોલેકક્ષ બેરીંગવાળા મનીષભાઈ મદેકા , બ્રહમસમાજના પ્રમુખ દશીતભાઈ જાની ટ્રસ્ટના સર્વે પ્રવિણભાઈ જોષી , પંકજભાઈ રાવલ , જે.પી. ત્રીવેદી , મધુકરભાઈ ખીરા , જનાર્દનભાઈ આચાર્ય , બાર્લેન્દુભાઈ જાની , મહેન્દ્રભાઈ ઉપાધ્યાય , ગુજરાતી બ્રહમ સમાજ હૈદરાબાદના પ્રમુખ તરૂણભાઈ મહેતા , હાઈકોર્ટ જસ્ટીશ અશોકભાઈ જોષી તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
લગ્નોત્સુક બ્રાહમણ યુવક યુવતિઓ માટે સુપાત્ર ઉમેદવારની શોધ માટે વાલીઓની ચિંતા દુર કરવા માટે પ્રતિવર્ષ યોજાતા આ પરિચય સંમેલનોની શ્રૃંખલામાં આ 11 માં સંમેલનની વિશિષ્ટતા એ હતી કે દિકરીઓને સ્ટેજ સંકોચ ન રહે તે માટે ઈનકેમેરા હાઈટેક પરિચય કાર્યક્રમ યોજાયો હતો . તેમજ યુવતીઓને તેમાં ફી એન્ટ્રી રખાય હતી.
આ કાર્યક્રમમાં પ્રારંભે દીપ પ્રાગટય બાદ બ્રહમ યુવક યુવતીઓની દળદાર રંગીન પરિચય પુસ્તીકાનુ રીમોટ દ્વારા મનીષભાઈ મઢેકા તેમજ અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયુ હતુ જયારે રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, મનીષભાઈ મહેકા , દર્શિતભાઈ જાની , જનકલ્યાણ ટ્રસ્ટના ઉમેશભાઈ મહેતા, અમરેલીના બ્રહમ અગ્રણી હસમુખરાય એલ . જોષીની બ્રહમ ગૌરવ અભિવાદન કરાયુ હતુ . આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયાએ બ્રહમ એકતા ઉપર ભાર મુકી સંસ્થાની પ્રવૃતિઓને બીરદાવી હતી જયારે ટ્રસ્ટ પ્રમુખ પ્રવિણભાઈ જોષીએ મહેમાનો તેમજ ઉપસ્થિત વાલીઓ , પ્રતિનિધિઓને આવકાર્યા હતા.
કાર્યક્રમમાં સમસ્ત બ્રહમ સમાજ રાજકોટના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ સમાજ હિતાર્થે ચાલતી શૈક્ષણિક સામાજીક પ્રવૃતિઓનો ચિતાર રજૂ કર્યો હતો.જે હોલમાં બેઠેલા ઉમેદવારોના વાલીઓએ બીગ સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ નિહાર્યુ હતુ . આ તકે વિક્રમભાઈ પંચોલી , હર્ષભાઈ વ્યાસ , જયેશભાઈ આર.ભટ્ટન સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરાયુ હતુ . સમગ્ર કાર્યક્રમનું પોતાની આગવી શૈલીમાં જનાર્દનભાઈ આચાર્યએ સફળ સંચાલન કર્યુ હતુ . જયારે કાર્યક્રમની સફળતા માટે કમલેશભાઈ જોષી , મહેન્દ્રભાઈ રાવલ , લલીતભાઈ ઉપાધ્યાય , ધર્મેશ પંડયા, નિલેશભાઈ ત્રિવેદી , પરાગભાઈ ભટ્ટ, સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.