ગુજરાતના વિકાસને જેટ ગતિ આપતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉ5સ્થિતિમાં સમાપન થયું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં મુડી રોકાણ કરવા દેશ અને દુનિયાની ખ્યાતનામ કંપનીઓએ અબજો રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા હતા.
ત્રણ દિવસ સુધી ચાલેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દશમી સીઝનમાં ગુજરાતમાં નાણારોકાણ માટે અબજો રૂપિયાના કરારો: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરાવ્યું વાઇબ્રન્ટ સમિટનું સમાપન
ગત બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉ5સ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો આરંભ કરાવ્યો હતો. આરંભ અવસરે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિતલ સહીત દેશ-વિદેશના ખ્યાતનામ ઉઘોગપતિઓ ઉ5સ્થિત રહ્યા હતા. અને પીએમની વિશેષ ઉ5સ્થિતિમાં ગુજરાતમાં અબજો રૂપિયાનું મૂડી રોકાણ કરવા નવા પ્રોજેકટ સ્થાપવા માટે કરાર કરવામાં આવ્યા હતા.
વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે પણ ગઇકાલે પણ અબજો રૂપિયાના કરારો થયા હતા. આજે સમિટના સમાપન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. બપોરે 2.30 કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના મુખ્ય ક્ધવેન્શન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ રાજયના વિકાસને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આરંભ કરાવ્યો હતો. દર બે વર્ષ સમિટનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં દેશ-વિદેશના ઉઘોગ સમુહોને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટેઆમંત્રીત કરવામાં આવતા હતા. આ વિઝન અને વિચારથી ગુજરાતના વિકાસને અકલ્પનીય વેગ મળ્યો આજે ગુજરાત મોડેલ દેશના તમામ રાજયો અપનાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીના આરંભે જ ઉઘોગપતિઓને એવી ખાતરી આપી હતી કે, તમારા સપના જેટલા મોટા છે મારો સંકલ્પ પણ એટલો જ મોટો છે. છેલ્લા બે દાયકાથી યોજાતી વાઇબ્રન્ટ સમિટ આજે ગુજરાતના વિકાસનો પર્યાય બની ગઇ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અબજો રૂપીયાનું મુડી રોકાણ થતા રોજગારની તકો ઉભી થશે અને રાજયની સુરત જ ફરી જશે.