હોટસ્પોટ-ક્ધટેઈનમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં છુટક દુકાનો ખોલવા મંજૂરી: સરકારના ધારા-ધોરણોને અનુસરવું ફરજિયાત રહેશે
૫૦ ટકા સ્ટાફ, માસ્ક ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી
દેશભરમાં લાંબાગાળા સુધી લોકડાઉનની અમલવારી થઈ રહી છે. પરિણામે નાના ઉદ્યોગ-ધંધા મંદ પડી ગયા છે. અલબત લોકડાઉનના થોડા અઠવાડિયા પહેલા જ વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે નાના દુકાનદારોને રાહત મળી રહે તેવો નિર્ણય લીધો છે. આગામી સમયમાં નાની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી અપાઈ છે. અલબત દુકાનો ખુલી રાખવા સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. હોટસ્પોટ-ક્ધટેનમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં નાના મોટા દુકાન ધારકો અને વ્યવસાયકારો માટે છુટ આપવામાં આવતા વેપારીઓને રાહત થઈ છે.
મુખ્યમંત્રી રૂપાણીની સરકાર દ્વારા કેન્દ્ર સરકારના જાહેરનામાના અનુસંધાને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મોલ અને માર્કેટીંગ કોમ્પલેક્ષ સીવાય વિવિધ ક્ષેત્રના વેપાર-ધંધાન સંલગ્ન દુકાનો ખુલી રહેશે. અલબત દુકાન ખોલવા માટે ૫૦ ટકા સ્ટાફ સાથે રાખવાનો રહેશે. દુકાનદારે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દુકાનદારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે. અલબત આઈસ્ક્રીમનું દુકાનો અને હોટલો અંગે હજુ સરકાર દ્વારા કોઈ જાતનો નિર્ણય લેવાયો નથી. આગામી સમયમાં સરકાર વિવિધ ક્ષેત્રે છુટછાટ વધારે તેવી પણ ધારણા સેવવામાં આવી રહી છે.
રાજયમાં ગઇ તા. રપ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર પૂન: ધબકતા કરવા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ આજે રાજયની વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે મુજબ આવતીકાલથી ઠંડા-પીણા, પાન-મસાલા, હેર કટીંગ સલૂન જેવા મર્યાદિત પ્રકારના ધંધાઓ સિવાય તમામ પ્રકારના ધંધાઓ શરતે શરૂ કરી શકાશે. મહામારીથી ધબ્બ થઇ ગયેલા ધંધા-રોજગારને ફરીથી ધબકતા કરવા સરકારનો આ નિર્ણય મહત્વનો સાબિત થશે. ગુજરાતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડતો આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સમક્ષ જાહેર કર્યા મુજબ મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની સરકારે જાહેર કરેલી તમામ પ્રકારના ધંધાઓની દુકાનો આવતીકાલથી રાબેતા મુજબ સરકારની ગાઇડ લાઇન મુજબ શરૂ કરી શકાશે. દુકાનદારે ઘરે થી દુકાને જવા આવવા માટે અલગ પાસ કાઢવવાની જરૂર નથી તેનો ગુમાસ્તાધારાનો પુરાવો (શોપ લાયસન્સ) જ તેનો પાસ ગણાશે. ધંધો ચાલુ કરવા માટે અન્ય કોઇ કચેરીની મંજુરી લેવાની રહેશે નહીં. આઇટી અને આઇટી સાથે સંકળાયેલ વ્યવસાય કોરોનાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારની બહાર હોય તો તે શરૂ કરવા મંજુર અપાય છે. રાજયમાં લોકડાઉન વખતથી જ કરીયાણા, દૂધ, શાકભાજી, મેડીકલ વિગેરે ચાલુ રાખવાની છુટ અપાયેલ, થોડા દિવસ પહેલા મહાનગરો સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો ચાલુ કરવા માટે છુટ આપવામાં આવી હતી. આજે રાજય સરકારે ઠંઠા-પીણા, પાન-મસાલા, હેરકટીંગ અમુક ધંધાઓને બાદ કરતા બાકીના તમામ ધંધાઓ માટે મોલ અને કોમ્પ્લેક્ષ સિવાયની દુકાનો શરૂ કરવા છુટ આપી છે. રેડ ઝોનમાં કોઇ કામકાજ થઇ શકશે નહીં. નાના-મોટા દુકાનદારોએ સોશિયલ ડિસન્ટ જાળવવુ પડશે.
માસ્ક અને મર્યાદિત સ્ટાફનો નિયમ પણ પાળવો પડશે. લગભગ ૧ મહિના પછી કાલે મોટાભાગના ધંધાઓ શરૂ થશે. કાલે રવિવાર હોવાથી બજારો સોમવારથી ધમધમતી દેખાશે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર ક્ધટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.
જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા ક્ધટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં પણ ૫૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી ક્ધટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
લોકડાઉન એ કોઇ બંધન નથી જીવન સુરક્ષા માટે છે: અશ્ર્વિની કુમાર
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અગ્રસચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને રોકવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને પૂરતો સહકાર પણ આપ્યો છે. લોકડાઉન એ કોઇ બંધન નથી પણ જીવનની સુરક્ષા માટે છે. લોકોના હિતમાં છે. રાજયમાં લોકડાઉન લંબાવવા બાદ સરકાર તરફથી તા.ર૦ એપ્રિલથી તબકકાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે.
હોટસ્પોટ વિસ્તારોમાં દૂકાનો નહીં ખૂલે
રાજયમાં સરકારે રવિવારથી દુકાનો ખોલવાની શરતી મંજુરી આપી છે. જોકે પાન, સલુન, સ્પા, આઈસ્ક્રીમ તથા દારૂની દુકાનો ખોલી નહીં શકાય. સરકારના અગ્રસચિવે જણાવ્યું હતું કે, રાજયનાં તમામ જિલ્લામાં મહાપાલિકા તથા નગરપાલિકાનાં વિસ્તારોમાં આવતીકાલ રવિવારથી દુકાનો ખોલી શકાશે પણ હોટ સ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલી નહીં શકાય. દુકાનો ખોલવા માટે માસ્ક પહેરવા પડશે અને સામાજીક અંતર જાળવવું પડશે. આ ઉપરાંત મોલ તથા માર્કેટીંગ કોમ્પ્લેક્ષની દુકાનો ખોલી શકાશે નહીં. તમામ ધંધાર્થીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ કરી શકશે.
આઈટી,આઈટીઈએસ ઉદ્યોગોને ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી
રાજય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે આઈટી,આઈટીએસ ઉદ્યોગમાં પણ ૫૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને આવા ઉદ્યોગો સંક્રમિત વિસ્તારની બહાર હોય તો જ શરૂ કરવા મંજૂરી છે
ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે શું?
રાજય સરકારે આજે નાના ધંધાર્થીઓ દુકાનદારો માટે આવતીકાલથી દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. ટુ વ્હીલર માટે એક અને ફોર વ્હીલ માટે ૧-૧ એમ બે વ્યકિત જ પ્રવાસ કરવાનો નિયમ છે.તે હાલ ચાલુ જ રાખવામાં આવ્યો છે. એથી એનું પાલન કરવું પડશે.
એસ.ટી.ની બસો સ્ટેન્ડ બાય રખાઇ
રાજયમાં નાના દુકાનદારો ધંધાર્થીઓને દુકાનો ખોલવા છુટ અપાયા બાદ હવે એસ.ટી. ને પણ સ્ટેન્ડ બાય આપવાની કાર્યવાહી શરુ થઇ છે. સરકારે એસ.ટી. બસ વ્યવહારનું પુન: શરૂ થઇ શકે તે માટે એસ.ટી. ને સ્ટેન્ડ બાય રાખવા આદેશ કર્યો છે.
સુરત વિભાગની પ૦ એસ.ટી. બસોને સેનેરાઇઝર કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ૦ એસ.ટી. ડ્રાઇવરોને પણ સ્ટેન્ડ બાય રહેવાના આદેશ અપાયા છે.અન્ય વિસ્તારના અમુક ડેપોને પણ એસ.ટી. બસે સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરાયા છે.રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બાદ શહેરી વિસ્તારની દુકાનો ખોલવાની છૂટ અપાયા બાદ હવે ઉઘોગો માટે શ્રમિકોની અવર જવર થઇ શકે તે માટે એસ.ટી. એ તૈયારી આદરી છે. સરકારે એસ.ટી. ને બસો સ્ટેન્ડ બાય રાખવા આદેશ કર્યો છે.
નાના-મોટા દુકાનદારો ધંધાર્થીઓ માટે રાજય સરકારનો નિર્ણય
રાજયના નાના-મોટા ધંધાર્થીઓ અને વ્યવસાયકારો માટે રાજયની સંવેદનશીલ રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી નાના ધંધાર્થીઓ, વ્યવસાયકારોને રાહત થશે.
ભારત સરકારના જાહેરનામા અનુસંધાને મુખ્યમંત્રીએ આ નિર્ણય જાહેર કર્યો હતો.
શું નહી ખૂલે?
- પાનના ગલ્લા
- સલૂન
- આઈસ્ક્રીમ
- નાસ્તા, ફરસાણ
- ઠંડાપીણા
- પગરખા
- ફુલની દુકાનો
- સોનાની દુકાનો
- ટ્રાવેલ્સ
- ગિફટ આર્ટીકલ
- ફોટો સ્ટુડિયો
- હાર્ડવેર
- કટલેરી
- રિક્ષા
શું ખૂલશે?
- જનરલ પ્રોવિઝન સ્ટોર
- સ્ટેશનરીની દુકાનો
- કરીયાણાની દુકાનો
- મોબાઈલ રિચાર્જ દુકાનો
- પંચર દુકાનો
- ઈલેકટ્રીક દુકાનો
- એસી-ફ્રીઝ રિપેરીંગ દુકાનો
- દવા-બિયારણની દુકાનો