ત્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહન માટે સવારે 10 થી 1 અને સાંજના 4 થી રાતના 9 વાગ્યા સુધીનો એન્ટ્રી જાહેર કરાઇ
શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિશનની રજૂઆતને ધ્યાને લઈ, શહેરમાં વન-વે તથા નો એન્ટ્રી મામલે નવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, તેમજ અગાઉ જાહેર કરાયેલું પ્રાયોગિક જાહેરનામું રદ કર્યું છે.
નવા જાહેરનામા મુજબ, ઢેબર ચોકથી પ્રહલાદ સિનેમા સુધી લાખાજીરાજ રોડ ઉપર ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, જૂની ખડપીઠથી ઢેબર ચોક સુધી તમામ ટુ વ્હીલ વાહનોના આવન-જાવન માટે ખુલ્લા કરવામાં આવે છે. ફક્ત થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે સવારે 10 થી 13 કલાક (બપોરે 1) અને બપોરે 16થી 21 કલાક (બપોરે 4 થી રાત્રે 9) સુધી પ્રવેશ બંધ કરવામાં આવે છે.
આ ઉપરાંત ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડથી પ્રવેશ બંધ તથા પરાબજારથી ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ સુધી ફક્ત પ્રવેશ કરવાનો રહેશે. ઘી કાંટા રોડ લાખાજીરાજ રોડથી ફક્ત પ્રવેશ તથા પરાબજારથી ઘી કાંટા રોડ લાખાજીરાજ સુધી પ્રવેશ બંધ રહેશે. ઘી કાંટા રોડ પ્રેમિલા રોડ સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.
જુની ખડપીઠથી સાંગણવા સુધી સવારે 9 થી રાત્રે 21 કલાક સુધી પ્રવેશ બંધ રહેશે. સાંગણવા ચોકથી જૂની ખડપીઠ સુધી સવારે 10 થી બપોરે 13 તથા બપોરે 16 થી રાત્રે 21 કલાક સુધી પ્રવેશ બંધ રહેશે.
મોચીબજાર લુહાણાપરા મેઇન રોડથી ફક્ત પ્રવેશ ગુજરી બજાર જામનગરી મુખવાસ દુકાનથી રૈયાનાકા ટાવરથી લુહાણાપરા મેઇન રોડ મોચી બજાર સુધી પ્રવેશ બંધ રહેશે. ઉપરોક્ત અથી ઈ સુધીના રોડ પર પ્રવેશ બંધ સિવાયના સમયમાં ફક્ત થ્રી વ્હીલર અને નાના લોડિંગ ફોર વ્હીલર વાહનો આવન-જાવન કરી શકશે.
જ્યારે ગરેડિયા કુવા રોડ લાખાજીરાજ રોડથી પરાબજાર રોડ સુધી ટુ વ્હીલર, થ્રી વ્હીલર વાહનો અને નાના લોડિંગ ફોર વ્હીલર વાહનો સવારે 9 થી રાત્રે 21 કલાક સુધી પ્રવેશ કરી શકશે. તથા પરાબજારથી ગરેડિયા કુવા રોડ લાખાજીરાજ રોડ સુધી ફક્ત થ્રી વ્હીલર વાહનો અને નાના લોડિંગ ફોર વ્હીલર વાહનો માટે સવારે 9 થી રાત્રે 21 સુધી પ્રવેશ બંધ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલક મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 183 અને કલમ 184 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.