આમાં રોગચાળો ન વકરે તો જ નવાઈ !
છૂટછાટ મળતા જ હોસ્પિટલ નજીક દબાણો ખડકાવા લાગ્યા
લોકડાઉનમાં વધુ છૂટછાટ મળતા જ અને જનજીવન ફરી ધબકતું થતા ગાંધી હોસ્પિટલના કોવિડ વિભાગ નજીક જ દબાણો કરવામાં આવતા કોરોનાનો રોગચાળા વધુવકરવાની ભીતિ સેવાઈ રહી છે.તંત્ર વહેલી તકે દબાણો દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના સતત પોઝીટીવ કેસો સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૯ કોરોનાવાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
આ તમામ દર્દીઓની સારવાર સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે સ્પેશિયલ કોવિડ વિભાગ ઊભો કરીને આ વોર્ડમાં કોરોનાના પોઝિટિવ કેસોના દર્દીના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ વોર્ડમાં અત્યાર સુધીમાં અનેક દર્દીઓ સાજા થઈને પોતાના ઘર તરફ પરત ફર્યા છે.
આ કોવિડ રૂમ ગાંધી હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે બનાવવામાં આવ્યો છે ત્યારે સૌપ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ બહાર દબાણોની સંખ્યા ખૂબ વધારે હતી તેની બાજુમાં આવેલ આઇ.ટી.આઇ ની બહાર પણ દબાણો અને ગેરકાયદે કેબીનો ભરાવો વધુ હતો. આ લોકોની સલામતી ના પગલે જિલ્લા વહીવટીતંત્ર અને ખાસ કરી નગરપાલિકા દ્વારા કેબિનો અને લારી ગલ્લાઓ હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને જે લોકોએ પોતાના લારી ગલ્લાઓ ન હટાવ્યા તે વહીવટીતંત્ર જેસીબીના માધ્યમથી ગાંધી હોસ્પિટલ બહાર આવેલા દબાણ હટાવવામાં આવ્યા હતા.
ગઈકાલે વધુ છૂટછાટ ના પગલે ગાંધી હોસ્પિટલ બહાર ફરી એક વખત દબાણો શરૂ કરવામાં આવ્યા છે આ દબાણો ખાસ કરી જ્યાં રોડ ઉપર કોવિડ વિભાગ છે અને ખાસ અંદર કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહા છે તેની બહાર ના ભાગે જ દબાણ કરવા આવ્યા છે.અને રોડની સાઈડે પડેલી જગ્યા ઉપર કબજો જમાવવા માં આવ્યા છે.
આગામી સમયમાં ફરી એક વખત નગરપાલિકા અને વહીવટી તંત્ર સંયુક્ત ઓપરેશન કરી આવા શહેરના મુખ્ય માર્ગો ઉપરની બાજુની જગ્યા ઉપર કબ્જો જમાવનાર અને ખાસ કરીને ગાંધી હોસ્પિટલ બહાર ગેરકાયદે રીતે દબાણ કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. માલિકી જગ્યા ની જેમ જગ્યા જાહેર રસ્તાઓ ઉપર રોકવા માં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના બસ સ્ટેન્ડ અને ગાંધી હોસ્પિટલ પાસે આવેલ ફૂટપાથ ઉપર અંદાજિત સૌ થી વધુ દબાણો તંત્ર દ્વારા અને ખાસ કરી નગરપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા. ગાંધી હોસ્પિટલ પાસે આવેલી ઉપરની જગ્યા ઉપર અનેક લોકો કબજો જમાવીને બેઠા છે અને પોતાની માલિકીની જગ્યા હોય તેઓ પણ રૂવાબ જમાવી રહ્યા છે..
આ જગ્યા ઉપર અન્ય લારી ગલ્લાવાળા ઊભા રહે તો તેમને ગેરવર્તન કરીને હટાવવામાં આવી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા અને ખાસ કરી ફૂટપાથ ઉપર ની જગ્યાઓ જિલ્લામાં ખાલી કરાવવા અને રસ્તાઓ મોટા કરવા આગામી સમયમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવશે.