આ ખરડો રાજયસભામાં પસાર થાય તો પૂર્વત્તર રાજયોમાં ભાજપનું સમર્થન કરી રહેલી ૧૧ રાજકીય પાર્ટીઓએ તેમની સાથે છેડો ફાડવાની કરી જાહેરાત: ખરડાના વિરોધમાં ઠેર ઠેર બંધ અને હિંસક પ્રદર્શનો

ભારતમાં લાંબા સમયથી વિસ્થાપિત તરીકે રહેતા મુસ્લિમો સિવાયના અન્ય ધર્મના નાગરિકોને નાગરિકતા આપવા મોદી સરકારે તાજેતરમાં નાગરિક અધિકાર ખરડો લોકસભામાં પસાર કરાવ્યો હતો. આ ખરડો ટુંક સમયમાં રાજયસભામાં રજૂ થનારો છે ત્યારે આસામ સહિતના પૂર્વોત્તર રાજયોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેનાથી લાંબા સમયથી પૂર્વોત્તર રાજયોમાં જનાધાર ઉભા કરવા ભાજપ દ્વારા થયેલા પ્રયાસોને ધકકો લાગ્યો છે. પૂર્વોત્તરના મોટાભાગના રાજયોમાં ભાજપકીંગમેકરની ભૂમિકામાં છે. આવા રાજયોનાં શાસક પક્ષો આ ખરડોને વિરોધ કરી આ મુદે ભાજપનો સાથ છોડવાની ચીમકી આપી રહ્યા હોય મોદી સરકાર ચિંતિત બની છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરમ દિવસથી આસામ, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના બે દિવસના પ્રવાસે હતા તે દરમ્યાન અનેક સ્થાનો પર તેમનો કાળા ઝંડા દેખાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ ચીમકી આપી હતી કે આ ખરડો રાજયસભામાં પસાર થશે તો તેમની પાર્ટી એનપીપી એનડીએ સાથે છેડો ફાડી નાખવાની જાહેરાત કરી હતી. સંગમાએ ગત માસમાં ગૌહાટીમાં મિઝોરમ, નાગાલેન્ડ અને સિકકીમના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સર્વસંમતિથી આ ખરડાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો જે બાદ આ પાર્ટીઓનાં નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરીને પોતાના વિરોધના મુદાઓ રજૂ કર્યા હતા. તેમને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમની મુલાકાત થઈ શકી ન હતી.

મોદી સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા નાગરિક અધિકાર ખરડા સામે તમામ પૂર્વોત્તર રાજયોની ૧૧ રાજનૈતિક પાર્ટીઓ એકજૂટ થઈને વિરોધ કરી રહી છે. આ પાર્ટીઓ આ ખરડો રાજયસભામાં પસાર થાય તો ભાજપ અને એનડીએનો સાથ છોડી દેવા સુધીની ચીમકી આપી ચૂકી છે. ઉપરાંત, આ મુદે યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવાનું કહી ચૂકયા છે. આસામ ગણ પરિષદ પાર્ટી આજ મુદે આસામ સરકારને આપેલો પોતાના ટેકો પાછો ખેંચી લઈને વિરોધ વ્યકત કર્યો છે. ત્યારે મેઘાલયના મુખ્યમંત્રી સંગમાએ પણ આ ખરડાનો જાહેર વિરોધ કરીને ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી મેઘાલયમાંભાજપના ટેકાથી સરકાર ચલાવી રહી છે. જયારે મણીપૂર અને અ‚ણાચલ પ્રદેશમાં ભાજપના નેતૃત્વવાળી સરકારને ટેકો આપી રહી છે.

પૂર્વોત્તરનાં તમામ રાજયોમાં નાગરિક અધિકાર ખરડા સામે ઉઠી રહેલા વિરોધ બાદ શનિવારે આસામના ચાંગસારીમાં સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે પૂર્વોત્તરના નાગરિકોનાં હિતોને આ ખરડાથી કોઈ જ નુકશાન નહી થાય યોગ્ય તપાસ અને રાજય સરકારોની ભલામણ બાદ જ વિસ્થાપિત વિદેશી નાગરીકોને ભારતીય નાગરીકતા આપશે. પરંતુ પૂર્વોત્તર રાજયોનાં સત્તા પર રહેલા સ્થાનિક રાજકીય પક્ષોનો મોદી સરકારના આ નિર્ણયથી હિન્દુ, બૌધ્ધ સહિતના વિદેશી વિસ્થાપિતોને નાગરીકતા મળવાથી તેમની પરંપરાગત વોટબેંક પર અસર થવાની અને તેના કારણે તેમનું રાજકીય અસ્તિત્વ પૂર્ણ થવાની શંકા સેવી રહ્યા હોય આ મુદે હજુ વિવાદ વધવાની સંભાવના છે.

આ ખરડા સામે પૂર્વોતરનાં અનેક રાજયોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. રવિવારે આસામમાં તીનસુખીયા જિલ્લામાં નાગરીકા અધિકાર બિલના વિરોધમાં અપાયેલા બંધના એલાન દરમ્યાન તબીબ પર હુમલો થયાના બનાવમાં એકની ધરપકડ કરવામાં આવી હતી.

રવિવારે આસામ બંધના એલાન દરમ્યાન દિવ્યસિંગ નામના તબીબ ઉપર થયેલા હુમલામાં તાઈઅહોમ યુવા પરિષદના કાર્યકરને પોલીસે દબોચી લીધો હતો. સેન્ટ્રલ હોસ્પિટલના એપથોલોમો જોલીસ્ટ મહિલા તબીબ રવિવાર દવાખાનેથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બંધના દેખાવકારોએ મહિલા તબીબની મોટર પર પથ્થરમારો કરી ઘેરી લીધા હતા આ હુમલાનાં ટોળા વચ્ચે ફસાઈ ગયા હતા શનિવારે નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે હતા ત્યારેજ તાઈપા નામના સંગઠને એક દિવસ બધનો એલાન આપ્યુંહતુ મલિ તબીબ હોસ્પિટલેથી ઘર તરફ જતા હતા ત્યારે હિંસક હૂમલા હજારોના હુમલામાં ફસાઈ ગયેલા તબીબ અને ભારે પથ્થર મારાથી ગંભીર ઈજા સાથે લોહી લુહાણ કરી મૂકયા હતા આસામ અને મિઝોરમમાં બંધ દરમ્યાન હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા.

રાજયસભામાં નાગરીક અધિકાર બીલ રજૂઆતના પગલે આ બિલના વિરોધમાં મિઝોરમના ચર્ચામાં રવિવારે સામુહિક પાર્થનાઓનું આયોજન થયું હતુ. મિઝોરમના ૧૬ દેવળોનાં સભ્યોએ સામુહિક પ્રાર્થનાનું આયોજન કર્યું હતુ. આ બિલ સામે મિઝોરમ, કોહરામ, હોલીટીટયુટ કમીટીએ રાજયસભામાં આ બીલ પસાર ન થાય તેવી પ્રાર્થના માટે સામુહિક પ્રાર્થનાનું આયોજન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.