લોકસભા અને વિધાનસભામાં અપાયેલા દુષ્કર્મના આંકડામાં પણ ભારે વિસંગતતા: કોંગ્રેસ

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 13 લાખ 13 હજારથી પણ વધુ મહિલાઓ અને બાળકીઓ ગુમ થઇ છે. જે સૌથી મોટી ચિંતાનો વિષય છે. દુષ્કર્મ અંગે લોકસભા અને વિધાનસભા એ જાહેર કરેલા આંકડાઓમાં પણ ભારે વિસંગતા જોવા મળે છે રાજયમાં 18 વર્ષથી નીચેની ચાર સગીરાઓ રોજ ગુમ થાય છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે,  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલ આંકડાઓ અનુસાર છેલ્લા 3 વર્ષમાં 13.13 લાખથી વધુ મહિલાઓ-છોકરીઓ ગુમ, ડબલ એન્જીનમાં ટ્રબલ આવી રહી છે. દીકરીઓ ગુમ થાય એ સૌથી વધુ ચિંતાનો વિષય છે. દિકરી ગુમ થયાના માત્ર વિચારથી જ કંપારી છુટી જાય, પ્રવાસમાં જાય તો પણ મા-બાપને ચિંતા થતી હોય ત્યારે મોટી સંખ્યામાં દિકરીઓ ગુમ થાય ત્યારે તેવા પરિવારોની શું હાલત થતી હશે ? ગુજરાત રાજ્યમાં 18 વર્ષથી ઉપરની 41,798 મહિલાઓ છેલ્લા પાંચ વર્ષમાં ગુમ થઈ છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ગુમ થતી મહિલાઓ અને મહિલા ઉપર થતા દુષ્કર્મના વિરોધમાં મહિલા કોંગ્રેસ ગુજરાત રાજ્યમાં ઉગ્રવિરોધ પ્રદર્શન કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે કોરોના વેકસીનનાં આંકડા, કોરોના મોતના આંકડા સહિતના મહિલા ગુમ થયાના આંકડાઓનાં વાસ્તવિક સ્થિતિ ભાજપ સરકાર છુપાવી રહી છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાં 41621 મહિલાઓ ગુમ થયાની વિગત સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયા હતા જે બાદ ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વીટર પર 94.90 ટકા મહિલાઓ પરત આવી અને માત્ર 2124 જેટલી મહિલાઓ જ ગુમ થઇ છે તેમ રજૂ કરવામાં આવ્યું હતું.  પરંતુ ગૃહમંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ 2020માં 4984 જેટલી મહિલાઓની હજુ સુધી કોઈ ભાળ-માહિતી મળી નથી. ભાજપ સરકાર આંકડા કેમ છુપાવી રહી છે ? સંસદમાં આપેલ મહિલા ગુમ નાં આંકડાઓએ ભાજપ સરકારનાં જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે.

ગુજરાત કોંગ્રેસ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા  એ જણાવ્યું હતું કે સરકાર ના બેટી બચાવો ના દાવા પોકળ છે તે સરકાર ના આંકડા થી સાબિત થાય છે. ગુજરાતમાં પ્રતિ દિવસ 4 અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિ દિન 5 બળાત્કાર થાય છે. લોકસભાના જવાબ મુજબ ગુજરાતમાં 5 વર્ષ માં 7430 અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ. વર્ષ 2021 માં 1474, વર્ષ 2020 માં 1345, વર્ષ 2019 માં 1403, વર્ષ 2018 માં 1680 અને વર્ષ 2017 માં 1528 અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ. ગુજરાત વિધાનસભા માં 10/3/2022 ના આંકડા મુજબ ગુજરાત માં બે વર્ષ માં 3796 બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભા મુજબ પાંચ વર્ષ માં 2633 બળાત્કાર નો આંક આપવા માં આવ્યો છે.

વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં 729 દુષ્કર્મની ઘટના અને 16 જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના, સુરત શહેરમાં 508 દુષ્કર્મ અને 5 સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં 183 દુષ્કર્મ અને 4 સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં 145 દુષ્કર્મ અને 7 સલામુહિક બળાત્કારના કિસ્સા, લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાત માં બનતી દુષ્કર્મ ની ઘટનાઓ નો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્ર ના મંદિર માં જુઠું બોલતા ભાજપ ના મંત્રીઓ લોકતંત્ર ને શરમાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.