ચીફ જજ કે.એમ.જોસેફને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવા માટે તેમના નામ પર પુનર્વિચાર અંગે ચર્ચા થઈ. જો કે બેઠકમાં માત્ર તેમના નામ પર જ નહીં કેટલાંક અન્ય જજના નામને પણ પદોન્નત માટે SCમાં મોકલવા અંગે વિચાર કરવામાં આવ્યો. આ મામલે કોલેજિયમની આગામી બેઠક હવે 16 મેનાં રોજ થશે.
The Supreme Court collegium unanimously agrees to reiterate Uttarakhand High Court Chief Justice KM Joseph’s name for Supreme Court judge pic.twitter.com/TDaCjRylr7
— ANI (@ANI) May 11, 2018
ઉત્તરાખંડના ચીફ જસ્ટિસ કે.એમ.જોસેફને પ્રમોટ કરીને સુપ્રીમ કોર્ટમાં મોકલવાના મુદ્દે પુનર્વિચાર કરવા અંગે શુક્રવારે કોલેજિયમની એક મહત્વની બેઠક મળી હતી.આ પહેલાં 26 એપ્રિલે કેન્દ્ર સરકારે જસ્ટિસ જોસેફને પ્રમોટ કરવાની કોલેજિયમની ભલામણને પરત મોકલી દીધી હતી. કેન્દ્રએ તર્ક રાખ્યો હતો કે આ પ્રસ્તાવ ટોપ કોર્ટના પેરામીટર્સ અંતર્ગત નથી. કેન્દ્ર દ્વારા તેમ પણ કહેવાયું કે સુપ્રીમ કોર્ટમાં કેરળથી પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે જ્યાંથી તેઓ આવે છે.કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમના પ્રમોશનને લઈને તેમની વરિષ્ઠતા પર પણ સવાલ ઉઠાવ્યાં હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com