અતિવૃષ્ટિને કારણે મકાનો તૂટી પડવાથી તંત્ર દ્વારા સર્વે કરી સહાયની માંગ
ગીરગઢડાના ધોકડવા ગામે ચાર શ્રમિકોના મકાનો અતિવૃષ્ટિના કારણે ધરાશાયી થવાથી શ્રમિકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. અને વહેલી તશે આ અંગે તંત્ર દ્વારા સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ ઘટનાથી કોઇ જાનહાની થઇ ન હતી.
ધોકડવા ગામમા રહેતા મંગાભાઈ દેવાતભાઈ સુડાસમા, વિરાભાઈ જેકાભાઈ સુડાસમા,મુકેશભાઈ નકાભાઈ સુડાસમા, લાખા ભાઈ કળસરીયા તેમજ મંગા ભાઈ ભિમાં ભાઈ બળદાનીયા ની ૨૦ ફુટ દિવાલ ધરાશાઈ થઈ જતા શ્રમિકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. મકાન ધરાશયી થઈ જતા અતિ ગરીબી રેખા હેઠળ મંજુરી કામ કરી પોતાના ધર નુ ગુજરાન ચલાવતા હોય ત્યારે પોતાના બાળકોને રહેવા ધર નથી રહ્યું હાલ પોતાના પ્લોટ મા કાગળ બાંધિ રહેશે આ મકાન ના માલીકો દ્વારા સરકાર સમક્ષ એકજ માંગ ઉઠી રહી છે અમને મકાન બનાવવા સરકાર તરફથી સહાય કરવા મા આવે તંત્ર જેટલુ બને એટલુ જલ્દી સર્વે કરે તેવી લોકોમાં થી માંગ ઉઠી છે.