સરકારના મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ સુત્રનો અર્થ બદલાઇ ગયો: વર્તમાન
સમયમાં રિઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મુશ્કેલીમાં હોવાનો છઇઈંના પૂર્વ ગવર્નરનો મત
પીએમઓમાં જ સત્તાનું કેન્દ્રિકરણ વિકાસ માટે સારો ન હોવાનો મત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને વ્યકત કર્યો હતો. તેમણે કેપિટલ લેન્ડ અને લેબર માર્કેટને લીબરલાઈઝ કરવા માટે હાકલ કરી હતી. તેમણે સનિક ક્ષેત્રે કારોબારને મજબૂત બનાવવા માટે ભારતને ફ્રિ ટ્રેડ એગ્રીમેન્ટને અનુસરવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, ર્અતંત્રમાં શું તકલીફ પડી છે તે જાણવા માટે આપણે પહેલા હાલની કેન્દ્ર સરકારના કેન્દ્રિકરણના વિચારને જાણવો પડે. આ કેન્દ્રિકરણ માત્ર નિર્ણયો લેવા પુરતું જ નહીં પરંતુ નવા વિચારો માટે પણ વડાપ્રધાન મોદીની આસપાસ ફરતા કેટલાક લોકો પુરતુ સીમીત રહ્યું છે. કેન્દ્રિકરણના કારણે આર્થિક ક્ષેત્રે વિકાસ નબળો પડ્યો હોવાનો મત તેમણે વ્યકત કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોદી સરકાર મીનીમમ ગવમેન્ટ મેકસીમમ ગવર્નન્સના સુત્ર સો સત્તામાં આવી હતી. પરંતુ આ સુત્રનો અર્થ બદલાઈ ગયો છે. તે સુત્રનો મતલબ હતો કે સરકાર નિર્ણયો વધુ ઝડપી અને અસરકારક બનાવી શકે પરંતુ હવે તેનો મતલબ બદલાઈ ગયો છે. પ્રાઈવેટ સેકટરને વધુ પરવાનગી અપાતી નથી. તેમણે મુડી લાવવાના નિયમોને વધુ ઉદાર બનાવવા તેમજ ભૂમિ તા શ્રમ બજારોમાં સુધારો લાવવાનો મત પણ વ્યકત કર્યો હતો. સરકાર હવે સ્પર્ધાને પ્રોત્સાહન આપે જેથી ઘરેલું ક્ષમતામાં સુધારો આવે તે માટે વિવેકપૂર્ણ રીતે મુક્ત વેપારની સમજૂતીમાં સામેલ વાનો આગ્રહ પણ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્તમાન સરકારમાં સત્તાના કેન્દ્રિકરણને સમજવાની જરૂરી છે. સરકારના સત્તાના કેન્દ્રિકરણમાં વડાપ્રધાન મોદીની નજીકના કેટલાક લોકો જ નિર્ણયો લે છે. પરંતુ રાજ્યસ્તરી અલગ કેન્દ્રસ્તરે અર્થ વ્યવસ કેવી રીતે કામ કરે છે તેની ખબર આવા લોકોને રહેતી નથી. પરિણામે આર્થિક સુધારાની બાબતમાં કામ તું નથી. હાલ દેશનું ર્અતંત્ર સુસ્તીમાંથી પસાર ઈ રહ્યું છે ત્યારે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ ટીકા દરમિયાન કહ્યું હતું કે, ક્ધસ્ટ્રકશન, રીયલ એસ્ટેટ અને ઈન્ફાસ્ટ્રકચર સેકટર હાલ ઊંડી મુશ્કેલીમાં છે. તેમની સોથી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
અહીં નોંધનીય છે કે, આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ઘણી વખત મોદી સરકારની ટીકા કરી ચૂકયા છે. આ વખતે પણ તેમણે વડાપ્રધાન મોદી સરકારની આસપાસ રહેતા લોકો દ્વારા નિર્ણય લેવામાં આવતા હોવાની વાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે યુપીએ સરકારની પ્રશંસા કરી હતી. રઘુરામ રાજન દ્વારા કરાયેલી ટીકા બાદ વડાપ્રધાન કાર્યાલયમાં સત્તાનું કેન્દ્રિકરણ હાનીકારક હોવાની ચર્ચાએ જોર પકડયું છે.