સમાન વેતનનો ભંગ કરાતા કર્મચારીઓ દ્વારા ધરણા
ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાક્ષિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમણુક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા અને તા. 20/10/2021 તથા તા. 27/10/ર 1 ના રોજ થયેલ મુખ્યમંત્રી સાથે થયેલ બેઠકમાં માંગણીઓ બાબત પર લેવાયેલ નિર્ણયનો અમલ કરવા બાબત તેમજ અગાઉં આપેલ અરજીઓ તથા તા.13/04/2022 ના રોજ આપેલ અરજી બાબતે રાજકોટ જિલ્લા ગ્રામ પંચાયત કોમ્પ્યૂટર સાહસીક (ઓપરેટર) મંડળે જિલ્લા વિકાસ અધિકારીનું રજૂઆત કરી છે.
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ પત્રથી જણાવે છે કે મુખ્યમંત્રીને લેખિત રજુઆત 2016 થી કરવામાં આવેલ છે. તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી બનતા તેમને પણ રજુઆત કરતા તા. 21/10/2021 ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ જેથી પંચાયત મંત્રી દ્વારા તા. 20/10/2021 ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્ર્નોની અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાંહેધરી આપેલ ત્યાર બાદ તા. 27/10/2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાંહેધરી આપેલ હતી.પંચાયત વિભાગ દ્વારા 8 મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ શ્રી નિલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણ (બ2ભ)ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનું ભવિષ્ય અંધકારમય બનેલ છે.
મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાંહેધરી આપતા આશ્ર્વાશન આપેલ તે આશ્ર્વાસન ખરેખર ખોટુ આપવામાં આવેલ તેવુ ફલિત થાય છે. અને ખોટી હૈયાધારણા આપેલ હોય તેમ લાગે છે. તેમ જણાવ્યું હતું.