કેશોદની સરકારી ગર્લ્સ સ્કૂલમાં એરપોર્ટ ઓોરીટી દ્વારા અપાયેલ રૂપિયા ૧૦ લાખના અનુદાની તૈયાર કરવામાં આવેલ આધુનિક ટેકનોલોજી થઈ સજ્જ કોમ્પ્યુટર હોલમાં આ સ્કૂલની બાળાઓના અભ્યાસ માટે અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમ સો કોમ્પ્યુટર હોલ તૈયાર કરવામાં આવ્યો છે જે કોમ્પ્યુટર હોલનું આજે લોકાર્પણ યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપતિ યોગેશભાઈ સાવલિયા એરપોર્ટ ઓોરીટી દ્વારા જે અનુદાન આપ્યું હતું તેવા દાતા અને એરપોર્ટના અધિકારી કેશોદ પત્રકાર સંઘના પ્રમુખ પ્રકાશભાઈ દવે સહિત અનેક લોકો તા મહાનુભાવો હાજર રહ્યાં હતા. આ શાળા દ્વારા અનુદાન આપનાર એરપોર્ટના અધિકારીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ અને ડેપ્યુટી કલેકટરે વિર્દ્યાીઓને ડિજીટલ કોમ્પ્યુટર લેબનો અભ્યાસ કરી આવનારા સમયમાં તમો પણ તમારુ ભવિષ્ય ઉજ્જવ બનાવી જીવનમાં આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડી.એન.ત્રિવેદીએ કરેલ હતું ત્યારે અંતમાં આભારવિધિ ટી.બી.ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.