ગુજરાતની ખ્યાતનામ અને સેોરાષ્ટ્રની આઈ.આઈ.ટી. ગણાતી વી.વી.પી. ઈજનેરી કોલેજનાં કોમ્પ્યુટર ઈજનેરી વિભાગ દ્વારા ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં આર્થીક સહયોગથી ” વિષય પર બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોમ્પ્યુટર વિભાગનાં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ વર્કશોપ આકાશ ટેકનોલેબ અમદાવાદનાં ઓનર આકાશ પઢીયાર દ્વારા લેવામાં આવ્યો હતો. જેઓએ બુટસ્ટ્રેપ દવારા વેબ ડીઝાઈનીંગ એન્ડ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ ને કઈ રીતે ઉત્કૃષ્ટ કરવું તેમાં લાઈવ ઉદાહરણ આપી સમજાવ્યુ હતું અને તેમના 11 વર્ષનાં અનુભવો જણાવ્યા હતાં.
વીવીપી કોલેજનાં આચાર્ય ડો. તેજસ પાટલીયાના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર પ્રો. અમીત વ્યાસ તથા કોમ્પ્યુટર ઈજનેરી વિભાગનાં તમામ કર્મચારીગણે વર્કશોપને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
કોમ્પ્યુટર ઈજનેરી વિભાગનાં સુંદર આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા આચાર્ય અને કોમ્પ્યુટર વિભાગના વડા ડો. તેજસભાઈ પાટલીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.