આધાર ન ધરાવનાર લોકોના પાનકાર્ડ રદ થશે નહીં: સીબીડીટી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ હવે, સ્પષ્ટ કર્યુ છે કે ૧લી જુલાઇથી ઇન્કમ ટેક્સ રીર્ટન ભરવા માટે આધારકાર્ડ અનિવાર્ય થશે. આ ઉ૫રાંત નવું પાનકાર્ડ હાંસલ કરવા માટે પણ આધારકાર્ડ નંબર જ‚રી બનશે. ઇન્કમ ટેક્સ વિભાગની નિયામક સંસ્થાએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટની તરફથી આપવામાં આવેલા નિર્ણયમાં માત્ર એવા લોકોને આ માટે આંશિક રાહત અપાઇ છે. જેઓ પાસે આધારકાર્ડ અથવા નોન-કમ્લાયન્સ આઇડી નથી.

ટેક્સ બોર્ડે સ્પષ્ટ કહ્યુ હતું કે, જે લોકો પાસે આધાર નથી તે લોકોના પાનકાર્ડ રદ કરાશે નહી અને સુિ૫્રમ કોર્ટના નિર્ણયમાં પોતાનો મત રજુ કર્યો હતો. ૧લી જુલાઇથી આધાર હાંસલ કરનારા તમામ યોગ્ય વ્યક્તિઓએ આવકવેરો રિટર્ન ભરતી વખતે આધાર નંબર અથવા એન્રોલમેન્ટ આઇડી ભરવું પડશે. આદેશ અનુસાર, ૧લી જુલાઇ, ૨૦૧૭થી જે લોકો પાસે પાન નંબર છે અથવા તે આધાર ધારક છે અથવા તો તેને માટે યોગ્ય છે તો તેણે પાનને આધાર સાથે જોડવા માટે ટેક્સ અધિકારીઓને આધાર નંબર આપવો પડશે.

એક સિનિયર આઇટી અધિકારીએ જણાવ્યું કે જો કોઇ પણ વ્યક્તિના પાનકાર્ડ રદ કરાશે તો તે તેના સામાન્ય બેકિંગ અને ફાઇનાન્સિયલ કાર્યો કરી શકશે નહિ. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયનો લો મીનીસ્ટ્રી, ફાઇનાન્સ મિનીસ્ટ્રી, સીબીડીટી અને આવકવેરા વિભાગે અભ્યાસ કર્યો છે ત્યાર બાદ જ આ  ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.