સાગર સંઘાણી
જામનગરમાં કોઈ પણ જાતની ડીગ્રી વિનાનો, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો મુન્નાભાઈ એમ.બી.બી.એસ એસ.ઓ.જી. શાખા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના ખાવડી વિસ્તારની છે મજૂરોની વસાહતની વચ્ચે ગરીબ દર્દીઓના આરોગ્યના ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું ધ્યાને આવતા ડિગ્રી વગરના તબીબો ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
ચેકિંગ દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ જામનગરમાં પ્રગતિ સોસાયટીમાં રહેતો દીપકકુમાર દુલાલચંદ્ર શાહ નામનો શખ્સનો ભાંડો ફૂટ્યો હતો. તબીબ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે રીતે દવાખાનુ ચલાવતો હતો
જામનગર એસ.ઓ.જીની ટીમે બોગસ તબીબની અટકાયત કરી તેના દવાખાનામાંથી જુદી જુદી દવાઓ તેમજ બીપી માપવાનું સાધન અને ઇન્જેક્શન વગેરે કબજે કરી લીધા છે અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.