શહેરીજનો તથા શ્વાનના રક્ષણ માટે
નિરાધાર શ્વાન માટે દત્તક યોજના લાવવાની વિચારણા
રાજકોટ મહાનગર પાલીકાની એનિમલ બર્થ કંટ્રોલ કમિટીની રચના ભારત સરકારાના તા.૨૪.૧.૨૦૦૧ના જાહેરનામા અને ગુજરાત હાઈકોર્ટ પીઆઈએલ ૨૩૦/૨૦૧૨ના આદેશ અનુસાર કરવામાં આવી છે.જેની મીટીંગ મળેલ હતી જેમાં મ્યુ. કમિશ્નર બંછાનીધી એનીમલ વેલ્ફેર બોર્ડના ડિરેકટર રાજેન્દ્રભાઈ શાહ, એસપીસીએના જયેશભાઈ ઉપાધ્યાય, જૂનાગઢ કૃષિ યુનિ.ના ડો. ટાંક આરએમસીનાં ડો.ઝકાસનીયા, જિલ્લા પંચાયત પશુ પાલન ખાતા પ્રતિનિધિ ડો. નિલેષ ઝકાસનીયા ઉપસ્થિત રહેલ હતા.
મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યુંં હતુ અબોલ પશુ પક્ષીઓને જીવવાનો કૂદરતી તેમજ બંધારણીય અધિકાર હોવાનું અંગત રીતે પણ માનુ છુ આ જીવો ભુખે દુ:ખે ન મરે તેની ઉપર કોઈ પણ પ્રકારે ક્રૂરતા ન થાય તે જોવાની આપણી પણ માનવીય અને કાયદાકીય ફરજ બને છે તેમ છતા અમારે લોકોના પ્રશ્ને પ્રાધાન્ય આપવાનું હોય છે.
રાજેન્દ્રભાઈ શાહે જણાવેલ કે શ્વાનએ પ્રાણી જગતનું સૌથી વફાદાર અને મનુષ્ય મિત્ર અનાદિ કાળથી રહેલું છે. મહાભારતમાં પણ આ વાત જાણવા મળે છે તે પોતાના માલીકીનીપ્રાણના ભોગે રક્ષા કરે છે જે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ શહેરના હજારો જીવદયાપ્રેમીઓ અનેક જગ્યાએ શ્વાનોને દયા અનુકંપાના ભાવોથી દુધ બિસ્કીટ આપી પોતાની ફરજ અદા કરી ખૂબ આનંદ મેળવે છે શ્વાન કારણ વિના કયારેય કોઈને પણ કરડતા નથી કે હેરાન પણ કરતા નથી સિવાય કેતેની ઉપર જાન લેવા હુમલો કે ક્રૂરતા કરવામાં આવે ત્યારે તે પોતાના સ્વ. રક્ષણ અને બચાવમાં સામે થાય છે.
એબીસી કમિટીએ શહેરના શ્વાન પ્રેમી લોકો માટે શ્વાન દત્તક યોજના વિચારી રહેલ છે. જેમાં કોઈ પણ નિરાધાર શ્વાનને મહાનગરપાલીકાના નિયમાનુસાર દતક લઈ શકાશે. આ અંગેની વિગતો અને જરૂરી ફોર્મ મહાનગરપાલીકાની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
તદુપરાંત શહેરમાં કેટલીક જગ્યાએ બિમાર શ્વાનો પણ હોવાની ફરિયાદ હોય છે ફકત આવા શ્વાનો માટે લોકોની મુશ્કેલી નિવારવા એક ફોલ્ટર હાઉસ બનાવવાનું પણ વિચારેલ છે. આ અંગે જગ્યા અને વ્યવસ્થા માટે કમિટીના રાજેન્દ્રભાઈ શાહ અને ડો.ઝકાસનીયા કાર્ય કરી રહેલ છે.
રાજકોટ મહાનગરપાલીકાની એબીસી કમિટીએ શહેરના લોકો તેમજશ્વાનો માટે જરરી કાર્યવાહી કરી બંનેને તકલીફ ન પડે તેવું સમતોલ આયોજન કરવા માટે પ્રયાસો કરી રહેલ છે. સૂચનો email raiendra. awb. gqvt. @ gmail. comઉપર આવકાર્ય છે. રાજકોટ મહાનગરપાલીકાની એબીસી કમીટી લોક સુવિધા અને શ્વાન સુરક્ષા માટે કટીબધ્ધ છે.