બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં ઓપરેશનની તાલીમ વર્કશોપમાં દેશભરમાંથી 70 જેટલા ડોકટરોએ ભાગ લીધો
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની કિડનીના રોગની રાહત દરે આધુનિક સારવાર આપતી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ, રાજકોટમાં પેશાબની ઇન્દ્રીયની જન્મજાત ખોડખાપણ (હાઇપોસાડીયાસ) ને લગતા ઓપરેશન માટે વિશ્વ વિખ્યાત હાઇપોસ્પાડીયાસ ઓપરેશનના નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડો. અમીલાલ ભાટ, કે જેઓએ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સેંકડો ડોક્ટરોને ઓપરેશનની તાલીમ આપેલ છે.
ડો. અમીલાલ ભાટ, તા. 5 અને 6 નવેમ્બર, 2022 ના રોજ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં આવી જ્હીલ હાઇપોપાડીયાસના દર્દીઓના ઓપરેશન કરી તેમની બિમારી દુર કરેલ છે. આ વર્કશોપમાં દેશભર માંથી 70 જેટલા ડોકટરોએ ભાગ લીધેલ અને આ ટીલ ઓપરેશનો માટે ખાસ તાલીમ મેળવેલ છે.
ઉપરોકત વર્કશોપમાં મુખ્ય મહેમાન રાજકોટ મહાનગરપાલિકા ના કમિશ્નર અમિત અરોરા ઉપસ્થિત રહયા હતા તેમજ અન્ય મહાનુભાવો અમદાવાદ સીવીલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન ડો. વલ્લભાઇ કથિરીયા ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે હોસ્પિટલના સી.ઇ.ઓ. ડો. રાકેશ અરોરાએ પ્રાસંગીક પ્રવચન આપેલ અને ટ્રસ્ટનો પારદર્શક વહીવટ અને ટ્રસ્ટીઓની નિશ્વાર્થ સેવાઓથી હોસ્પિટલના પાયા મજબુત થયા છે અને છેલ્લા 19 વર્ષમાં હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિતની કિડની રોગની સંપુર્ણ સારવાર પણ પુરી પાડવામાં આવે છે તેની માહિતી આપેલ હતી.
સંસ્થાના ચેરમેન અને ખ્યાતનામ યુરોલોજીટ ર્ડા. વિવેક જોષી જણાવે છે કે દિન-પ્રતિદિન તબિબી સારવારમાં ઝડપથી પરિવર્તન આવી રહયા છે અને નવી ટેકનોલોજી સાથે સાથે મીલાવી ખૂબ જીલ યુરોલોજીને લગતા ઓપરેશનો સહિતની અતિ આધુનિક સારવાર વિશે માહિતી આપેલ હતી.ઉપરાંત તેમજ ગ્ણાવેલ કે આ સંસ્થામાં 43 ડાયાલીસીસ મશીનથી સુસજ્જ આધુનિક ડાયાલીસીસ સેન્ટરમાં રાહત દરે મહિને આશરે 3000 ડાયાલીસીસ કરવામાં આવે છે. હોસ્પિટલ ફકત દર્દીઓની સારવાર પુરતી સિમીત નથી પરંતુ તબિબી વિધાશાખાના વિધાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટમા પરિવર્તન પામી છે. અહીં નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન એન્ડ મેડીકલ સાયન્સ સંલગ્ન સુપર-સ્પેશ્યાલિટી ડી.એન.બી. યુરોલોજી અને નેફોલોજીનો અભ્યાસક્રમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ પેરામેડીકલ અભ્યાસક્રમો તેમજ ઇન્ડિયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત જી.એન.એમ. નર્સીંગ કોર્ષ પણ ચલાવવામાં આવે છે અને તે સમગ્ર ભારતભરમા આગવું સ્થાન ધરાવે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં બાળકોમાં પેશાબની ઇન્દ્રીયની જન્મજાત ખોડખાપણ (હાઈપોસ્યાડીયાસ) કેટલાક પ્રમાણમાં જોવા મળે છે, જે માટે આપણી હોસ્પિટલમાં ખાસ સુવિધા ઉપલબ્ધ છે અને તેના નિષ્ણાંત પિડીયાટ્રીક યુરોલોજી સર્જન ડો. ધૃતિ કલસરીયા અમલાણી હોસ્ટિપલ સાથે જોડાયેલ છે અને તેઓ નિયમિત સેવાઓ આપે છે.
આ સમગ્ર વર્કશોપનું આયોજ્ન હોસ્પિટલના પિડીયાટ્રીક યુરોલોજી સર્જન ડો. ધૃતિ કલસરીયા અમલાણીએ કરેલ હતુ, જેમાં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન ર્ડા. વિવેક જોષી, યુરોલોજીકલ સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રેસિડેન્ટ ડો. જીતેન્દ્ર અમલાણી અને બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના યુરોલોજીસ્ટ ડો.અમિષ મહેતાનું સતત માર્ગદર્શન મળેલ છે.
સંસ્થામાં ચલાવાતા વિવિધ કોર્ષ
બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં 43 ડાયાલીસીસ મશીનથી સુસજ્જ આધુનિક ડાયાલીસીસ સેન્ટરમાં રાહત દરે મહિને આશરે 3000 ડાયાલીસીસ કરવામાં આવે છે. હોસ્પિટલ ફકત દર્દીઓની સારવાર પુરતી સિમીત નથી પરંતુ તબિબી વિધાશાખાના વિધાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટમા પરિવર્તન પામી છે. અહીં નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન એન્ડ મેડીકલ સાયન્સ સંલગ્ન સુપર-સ્પેશ્યાલિટી ડી.એન.બી. યુરોલોજી અને નેફોલોજીનો અભ્યાસક્રમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ પેરામેડીકલ અભ્યાસક્રમો તેમજ ઇન્ડિયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત જી.એન.એમ. નર્સીંગ કોર્ષ પણ ચલાવવામાં આવે છે.