અશકય જણાતા ઓપરેશન માટે અત્યાધુનિક લેસર મશીન દ્વારા સારવાર કરતા સ્ટલિંગ હોસ્પિટલના ડો. અમિત કુમાર ઝા
દર્દી ગુલાબભાઇ જીકરભાઇ મકવાણાને પથરીના અસહ્ય દુ:ખાવા માટે ઘણી બધી હોસ્પિટલોમાં બતાવેલ, આખરી નિકાલ ન આવતા તેમણે સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડો. અમિતકુમાર ઝાને બતાવ્યું. રિપોર્ટસ કર્યા પછી માલુમ પડયું કે આ પથરી ૧૩.૫ એમ.એમ. ની છે. તેથી ઓપરેશન કરવું પડે એમ હતું અને પથરીનું ઓપરેશન નવી અત્યાધુનિક લેસર મશીન વડે આર.આઇ.આર.એસ. પઘ્ધતિ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું. પણ આ પથરીનું ઓપરેશન દર્દી ગુલાબભાઇ માટે જટિલ હતું.
આ પથરીનું ઓપરેશન જટીલ એટલા માટે હતું કે દર્દી ગુલાબભાઇ જીકરભાઇ મકવાણાની નાનપણની ઉંમરે (આશરે ૬-૭ વર્ષે) સારણગાંઠનું ઓપરેશન અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું અને ત્યાં સોનોગ્રાફી કરાવ્યા બાદ તેમને જણાવાયું કે તેમને જન્મજાત એક જ કિડની છે.
આ વાત સાંભળી ગુલાબભાઇના પરિવારજનોને નવાઇ લાગી. પણ તેમનો પરિવારે વાસ્તવિકતા સ્વીકારી અને ગુલાબભાઇ મકવાણાએ પોતાની રોજિંદા જિંદગી આગળ વધારી ગુલાબભાઇને આશરે ૩૧ વર્ષ પછી તેમના પેટમાં દુ:ખાવો ઉપડયો અને તે જાજા સમય સુધી રહેતા તેમણે તેમના શહેરમાં સોનોગ્રાફી કરાવી તો માલુમ પડયું કે તેમને પથરી છે.
અન ઘણા સમયથી તેના માટે દવા લીધેલ, પણ ગુલાબભાઇ ને દિવસે અને દિવસે પથરીનો દુ:ખાવો અસહ્ય પવા માંડયો, પછી તેની પાસે ઓપરેશન કરાવવા સિવાય બીજો કોઇ રસ્તો તેમને દેખાતો ન હતો. અંતે તેને પથરીનું ઓપરેશન કરાવવાનું નકકી કર્યુ અને ઘણા ડોકટર્સ ને બતાવ્યું પણ રિપોર્ટ મુજબ એક જ કિડની હોવાથી ઘણા ડોકટરોએ તેમને આ પથરીનું ઓપરેશન ન કરાવવા માટે સલાહ આપેલ, છેવટે પથરીના અસહ્ય દુ:ખાવાના લીધે તેણે સ્ટલીંગ હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડો. અમિતકુમાર ઝાને પથરીના ઓપરેશન માટે બતાવ્યું. ત્યાં દર્દીનું સોનોગ્રાફી અને સીટી સ્કેન કરવામાં આવ્યું. સીટી સ્કેન નો રિપોર્ટસ આવતા એક ચોકાવનારી હકીકત સામે આવી કે ગુલાબભાઇને જન્મથી એક નહિ પરંતુ બે કિડની છે.
રિપોર્ટથી માલુમ પડયુંકે ગુલાબભાઇની ડાબી કિડની જમણી કિડની સાથે જન્મથી જ જોડાયેલ હતી. અને દર્દીને પથરી જમણી કિડનીમાં ઉપરની બાજુએ હતી. તેથી આ પથરીનું ઓપરેશન ખુબ જ જટીલ હતું. આવી જટીલ સર્જરીને સફળતાપૂર્વક પાર પાડવામાં સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટના અનેસ્થેસિયા વિભાગના ડો. હેતલ વડેરા તથા ટીમનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.
સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટની યુરોલોજી ટીમે ગુલાબભાઇનું પથરીનું ઓપરેશન ઉચ્ચત્તમ ટેકનોલોજીનો ઉ૫યોગ દ્વારા સફળ રીતે કર્યુ એ વિશે માહિતગાર કરતા સ્ટલિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેકટર ઘનશ્યામ ગુસાણી અને ચીફ મેડીકલ એડમિનિસ્ટ્રેટડ ડો. કમલ પરીખે જણાવ્યું કે, ગુલાબભાઇનો આ એક નવો કિસ્સો સ્ટલિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે ઉમેરાયો છે કે અમે દર્દીના ચેહરા પર મુશ્કુરાહટ લાવી અને સંપૂર્ણપણે સંતોષકારક સેવા આપી છે. તેજ વિચારધારાને આગળ વધારવા અમે અમારી હોસ્પિટલ ના દ્રષ્ટિકોણ અને ઘ્યેયને સાબિત કરવામાં દિવસે ને દિવસે વધારો કરી રહ્યા છીએ.