૩૦ ખાતેદારોને અગાઉ રૂા.૩૭.૧૩ કરોડનું વળતર ચૂકવાયા બાદ બાકી રહેલા રૂા.૯.૨૮ કરોડના વળતરના ચેક અર્પણ કરાયા
૪૨.૩૧૧ હેકટર જેટલી ખાનગી જમીનનો ખાતેદારો પાસેથી કબ્જો લઈને સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટને સોંપાશે
રાજકોટ શહેરની ભાગોળે ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણનાર છે. જેના માટે કુલ ૪૨.૩૧ હેકટર જેટલી ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. આ જમીનનાં ખાતેદારોને આજે બાકી રહેલું રૂા.૯.૨૮ કરોડનું વળતર ચૂકવી દેવાતા વળતરના ચુકવણાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં આ ખાનગી જમીનનો ખાતેદારો પાસેથી કબ્જો લઈ સીવીલ એવીએશન ડિપાર્ટમેન્ટને સોંપવાની કાર્યવાહી હા ધરવામાં આવશે.
રાજકોટ નજીક ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કુલ ૧૦૩૩.૧૭ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ પામનાર છે. જેમાં ૬૩૨.૭૧ હેકટર જેટલી વન વિભાગની જમીન, ૨૪૦.૫૬ હેકટર જેટલી ખરાબાની જમીન, ૬૦.૪૧ હેકટર એએલસી અને ૫૨.૭ હેકટર ગૌચર મળીને કુલ ૯૮૯.૬૭૧ હેકટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. જેમાં ગામતળ હેઠળની ૧.૧૮૩ હેકટર અને ખાનગી ૪૨.૩૧૧ હેકટર જમીન પણ આવરી લેવામાં આવી છે. આ એરપોર્ટ માટે રાજકોટ જિલ્લાના હિરાસર અને ગારીડા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીધુના અને લોમાકોટડી ગામની જમીન ઉપયોગમાં લેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયી ખાનગી જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. આજરોજ આ પ્રક્રિયા સંપૂર્ણપણે પુરી થઈ છે. અગાઉ ૩૦ જેટલા ખાતેદારોને જમીન સંપાદનનું ૩૭,૧૩,૮૧,૧૮૫ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. બાદમાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે બાકી રહેલું ૯,૨૮,૪૬,૦૨૯ રૂપિયાનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. આમ હવે ખાનગી જમીન સંપાદનના વળતરના ચૂકવણાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે ટૂંક સમયમાં આ તમામ ખાતેદારો પાસેથી જમીનનો કબજો મેળવીને તેને સિવિલ એવીયર્સ ડિપાર્ટમેન્ટને સોંપી દેવાની કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.