ભારતએ ખેતીપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. હાલ જયારે વરસાદની અનિયમિતતા અને અનિશ્ર્ચિતતા વધતી જાય છે. ત્યારે સિંચાઇ યુકત પાણીનું યોગ્ય રીતે નિયમન અને નિયંત્રણ કરવું જરુરી બને છે. સિંચાઇ યુકત ખેતી માટે પાણી એ અમુલ્ય કુદરતી સ્ત્રોત છે. માટે જી સંચય અને જી સિંચન દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ, રિચાર્જ, સંવર્ધન તથા વોરટશેડ જેવા વિકાસના કામો દ્વારા જળ સંપતિનો મહત્તમ ઉપયોગ કરવા કેન્દ્ર અને રાજય પુરસ્કૃત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજન ૧ જુલાઇ ૨૦૧૫ થી અમલી કરણ થાય છે. જેના માઘ્યમથી વરસાદના પાણીનો સિંચાઇ માટે કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે.
આ યોજના અંતર્ગત જામકંડોરણા તાલુકાના ગામોમાં વર્ષ ૨૦૧૯-૨૦ માં ચેકડેમના કાર્યો સંપન્ન થયા છે. જે અંતર્ગત વાસાવડમાં રૂ. ૪.૨૨ લાખના ખર્ચે ચેકડેમના ૩ કાર્યો અને દેરડીમાં રૂ. ૪.૨૩ લાખના ખર્ચે ચેકડેમના ર કાર્યો મળી કુલ રૂ૮.૪૫ લાખના ખર્ચે પ કાર્યો પૂર્ણ થયા છે. તેમ રાજકોટના સિંચાઇ વિભાગ અધિકારીની યાદીમાં જણાવાયું છે.