ફાટસર, ઇંટવાયા, દ્રોણ વગેરે 40 જેટલા ગામોના ભકતો ધૂનમાં જોડાયા

એસજીવીપી ગુરુકુલના પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતા તેમની પવિત્ર સ્મૃતિમાં મેમનગર ગુરુકુલમાં 85 કલાકની ધૂન રાખવામાં આવેલ. તે પ્રમાણે દ્રોણેશ્વર ગુરુકુલ ખાત ેતા.1 જુલાઇથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં 85 કલાકની અખંડ ધૂન રાખવામાં આવેલ.

ધૂનની પૂર્ણાહુતિ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પુરાણી સ્વામીના જીવનના પ્રસંગોની વાતા કરી હતી. અખંડ ઘૂનમાં ફાટસર, ઇંટવાયા, ખીલાવડ, અંબાડા, ગીર ગઢડા, હરમડિયા, નવા ઉગલા, જૂના ઉગલા, વડલી, કાંધિ, રબારીકા, ઉના, દ્રોણ, ઉમેજ, ખાંભા, ઈશ્વરીયા, સાળવા, જીવાપર, ભાચા, ધોકડવા, જરગલી, વડવિયાળા, ગીરગઢડા, ઝુડવડલી, ધ્રાબાવડ, આંબાવડ, વાજડી, પડા, વાવરડા, કંસારી, જામવાળા, ઉમેદપરા, નાના સમઢીયાળા, પાણખાણ, પીપરીયા, જીવાપર, બંધારડા, જરગલી, સનવાવ, ભાખા,વગેરે ગામોના ભકતો જોડાયા હતા.પૂર્ણાહૂતિ પ્રસંગે 2000 ઉપરાંત ભકતો ઘૂનમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે પૂજ્ય પુરાણી સ્વામીની પાવન સ્મૃતિમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અનેકવિધ ભજનના આયોજનમાં 85 સ્થાનોમાં 85 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.