લોકસભાની ચૂંટણીના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી લાગુ આદર્શ આચારસંહિતા આજથી ઉઠી જતાની સાથે ફરી વિકાસ કામોનો ધમધમાટ શરૂ થઈ જશે. નવી સરકારી યોજનાઓ, પ્રોજેકટ આજથી ફરી ધમધમતા થઈ જશે.
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગત ૧૦મી માર્ચના રોજ લોકસભાની ૫૪૩ બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ જવા પામી હતી. વિકાસ કામો રીતસર અટકી પડયા હતા. દરમિયાન સાતમાં તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ ગત ૨૩મી મે ના રોજ મત ગણતરી યોજવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે ચૂંટણીપંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આચારસંહિતા ઉઠાવી લેવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે. આજથી તમામ સરકારી કચેરીઓ ફરી ધમધમતી થઈ જશે અને વિકાસ કામો શરૂ થશે.