કેન્દ્ર સરકાર આગામી વર્ષથી બેચલર ઇન એજ્યુકેશન (B.Ed) કોર્ષને ચાર વર્ષનો કરવા જઇ રહી છે. જેના કારણે શિક્ષણની ગુણવત્તામાં સુધાર થઇ શકે. આ વાત માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવી છે.
બે દિવસ સુધી ચાલેલી કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયના પ્રધાનોચાર્યને સંબોધન કરતાં જાવડેકરે કહ્યું અમે આગામી વર્ષથી ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ લોંચ કરી રહ્યાં છીએ.
ભણતરનું સ્તર નીચે જતું રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ માટે આ અંતિમ વિકલ્પ હોય છે. જે પ્રથમ વિકલ્પ હોવો જોઇએ. આ પ્રોફેશન પસંદ હોવી જોઇએ નહીં કે છેલી પસંદ હોય.
આ નિયમ લાગુ થઇ જતાં આ કોર્ષના વિદ્યાર્થીઓનું એક વર્ષ બચી જશે. કારણ કે વિદ્યાર્થીઓ 12માં ધોરણ બાદ આ કોર્ષમાં એડમિશન લઇ શકશે. જે હાલમાં વિદ્યાર્થીઓને અત્યારે ગ્રેજ્યુએશન કર્યા બાદ બે વર્ષ તરીકે બી.એડનો કોર્ષ કરવાનો હોય છે.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 15-20 રાજ્ય કક્ષા 5-8 માટે પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. બીએડ કોર્ષ, એક વર્ષથી વધારે વર્ષ માટે ત્રણ સ્ટ્રીમ, બીએ, બીકોમ અને બીએસસીમાં કરી શકાશે.