- આર્ટ ગેલેરી, વ્યુંઈંગ ગેલેરી, સાંઢીયા પુલ બ્રિજની વિઝિટ કરતા મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ શહેરના રેસકોર્ષ ખાતે બની રહેલ આર્ટ ગેલેરી, વ્યુંવિંગ ગેલેરી, જામનગર રોડ પર બની રહેલ સાંઢીયા પુલ બ્રિજ અને પોપટપરા વોંકળા તેમજ પેડક રોડ પરના વોંકળાની મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ કરી હતી. વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરે ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરે આર્ટ ગેલેરીની ચાલી રહેલ કામગીરી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રૂ.5,90,80,175/-ના ખર્ચે 976.00 ચો.મી. ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એકઝીબીશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી/ એક્ઝિબિસન હોલ, સ્ટોરરૂમ, ટોઇલેટ બ્લોક, વોટરરૂમ, ઇલેકટ્રીકરૂમ, લીફટ તથા અન્ય બે ગેલેરી તેમજ ફસ્ટ ફલોર પર બે ગેલેરીનો સમાવેશ થાય છે. તેમજ આ રેસકોર્ષ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટનાં આર્ટિસ્ટોને તેમની કલાનાં પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. રૂ.3.74 કરોડના ખર્ચે બની રહેલી વ્યૂંવિંગ ગેલેરીમાં પ્લેયર્સ માટે ચેન્જિંગ રૂમ, વેઇટિંગ એરિયા, હોકી ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં બોથ સાઈડ પ્રેક્ષણ ગેલેરી, ટોઇલેટ-બાથરૂમ વેગેરે સુવિધા ઉપલબ્ધ થશે.જામનગર રોડ પર બની રહેલ સાંઢીયા પુલ બ્રિજની વિઝિટ કરી મ્યુનિસિપલ કમિશનરએ જરૂરી આયોજન કરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમજ જરૂર પડે તો મેનપાવર અને મશીનરી વધારીને કામગીરી ઝડપી પૂર્ણ કરવા સુચના આપી હતી.
પ્રિ-મોન્સુન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ નં.3માં આવેલ પોપટપરા વોંકળો અને વોર્ડ નં.6માં પેડક રોડ પર આવેલ વોંકળાની મુલાકાત કરી સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટેની જરૂરી સુચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ, અઢીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.