માત્ર વેપારીઓ માટે જ નહિ એટલે કે મીની લોકડાઉન નહિ પરંતુ કચ્છમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવા ભુજ શહેરના અનમ રીંગ રોડ વેપારી એસોસિએશને માંગ ઉઠાવી છે અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સરકાર તરફથી “મીની લોકડાઉન” જાહેર કરેલ છે. જેમાં સરકાર દ્વારા અમુક નિયમોનું પાલન કરવાનું લખેલ છે. વિશેષમાં ‘રમઝાન માસ’ તેમજ લગ્ન સરાની સીઝન જ્યારે ચાલુ છે ત્યારે અચાનક લોકડાઉનનો મતલબ શું…? તેવો પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. વિશેષમાં તેઓની બજારમાં ઉંચા ભાડાની દુકાનો તેમજ માણસો રાખેલ હોઈ વેપારી પર આર્થિક બોજો પડશે તેવી જવાબદારી કોની…?
હાલના સમયમાં માણસો જ્યારે માનસીક તણાવમાં જીવી રહ્યાં છીએ ત્યારે “કચ્છમાં સંપૂર્ણ લોકડાઉન કરો” (હરવા ફરવાની છૂટ, ધંધશ બંધ) હરવા ફરવાથી સંક્રમણ વધી શકે છે. જો લોકડાઉન કરવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરો માત્ર વેપારીઓ માટે કેમ ? તેવો પ્રશ્ર્ન સાથે અનમ રીંગ રોડ વેપારી એસોસીએશને રજૂઆત કરી છે.