- ચૂંટણી કામગીરી ભૂલ વગર સરળતાથી કેમ થઈ શકે તે અંગેની વિવિધ સરળ માહિતી આ લેખમાં ટૂંકમાં આપવામાં આવી છે.
- બીયુ, સીયુ અને વીવીપેટના જોડાણ અને તેની સીલીંગની પ્રક્રિયા જેવી કામગીરી શાંતિથી કરવી
આ કામગીરી ટીમવર્કથી જ સફળ થઈ શકે છે, તેથી પોલિંગ સ્ટાફના તમામ સદસ્યોએ એકબીજાને પૂરતો સહયોગ આપીને કામગીરીને સફળ બનાવવી. પ્રમુખ અધિકારીને આપવામાં આવેલી બુકનું સંપૂર્ણ અધ્યયન કરી લેવું
મશીન જોડાણ અને સીલીંગ પ્રક્રિયા તાલીમમાં પોતાના હાથે જાતે કરીને પાકી સમજ મેળવી લેવી, અને વિવિધ ફોર્મ ભરવાની સમજ પણ મેળવી લેવી. આ વખતે ત્રણ બુકલેટ સ્વરૂપે તમામ ફોર્મ કલર કોડ સાથે આપેલ છે, તેથી ઘણી સરળતા રહેશે. વૈધાનિક અને બિન વૈધાનિક કવરોની સમજ સાથે મહત્વના પાંચ એકરારનામાની સમજ મેળવી લેવી હિતાવહ છે
પ્રિસાઈડિંગ ઓફિસર તથા પ્રથમ મતદાન અધિકારી માટેની સૂચના સામાન્ય મુદાઓ
- મતદાનનો સમય સવારે 7:00 થી સાંજે- 6.00 નો નિયત કરવામાં આવેલ છે.
- તમારા ઓર્ડર મુજબના મતદાન બુથ વિસ્તારના રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર સવારે 8:00 કલાકે અચૂક પહોંચી જવું
A. ડિસ્પેચિંગ સેન્ટર ખાતે:
- સવારે 9-00 કલાકે ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પહોંચી ડીટેઇલ ઓર્ડર મેળવવો.
- તમારા મતદાન મથકના સ્ટાફનો પરિચય કેળવી. ઝોનલ અધિકારીનો સંપર્ક કરવો.
- તમારા મતદાન મથક માટે આપવામાં આવેલ લિસ્ટ મુજબની સામગ્રીની ચકાસણી કરવી.
- નંબરીંગ વાળી વસ્તુઓની ખાતરી કરી લેવી( દા.ત. EVM , સ્પેશિયલ ટેગ, મોડીફાઇડ ગ્રીનપેપરસીલ,)
- EVM અને VVPAT, વિશિષ્ટ દર્શક સિક્કો, મશીનમાં લાગેલ સરનામા ટેગ આપને ફાળવેલ મતદાન મથકના છે કે કેમ તેની ચકાસણી કરવી. મશીનમાં લગાવેલ સરનામા ટેગને આધારે કરો.
- *મશીન પર લગાડેલ પિન્ક પેપરસીલ અંકબંધ છે તે પણ જોવું.(પ્રમુખ અધિકારીની પુસ્તિકા પેઇજ નંબર- 36)
- EVM મશીનનું ટેસ્ટિંગ (VVPAT સિવાય) અવશ્ય કરવું
- VVPAT નું ટેસ્ટિંગ કરવાનું નથી. કરશો તો પેપર રોલ વપરાઈ જવાની ભીતિ રહેશે.
- CU ની સ્વિચ બંધ રાખવી નહિતર બેટરી ડાઉન થશે તો બદલવી પડશે.
- 16 કે તેથી ઓછા ઉમેદવાર હોય તો બેલેટ યુનિટની સ્લાઈડીંગ સ્વિચ -1 હોવી જોઈએ.
- બેલેટ યુનિટમાં ઉમેદવાર અને ગઘઝઅ નું બટન ખુલ્લું છે કે નહીં તે જોવું.
- EVM અને VVPAT કોઈપણ સંજોગોમાં અનધિકૃત જગ્યાએ રાખવા નહીં.
- *મતદાર યાદી તમારા મતદાન મથકની છે અને તેમાં ક્રમ નંબર બરાબર છે તે તપાસો.
B– મતદાન મથક પર પહોંચ્યા બાદ
- સર્વ પ્રથમ મતદાન મથક ચેક કરવું અને ફર્નિચર, લાઇટ વગેરેની વ્યવસ્થા જોઈ લેવી.
- મતદાન મથકની દિવાલ પર મતદારને દેખાય તે વિસ્તારની નોટીસ તેમજ કસોટી મતના ખોટા એકરારની 49 MA ની નોટિસ અને હરીફ ઉમેદવારની યાદી ફ્રોમ નંબર- 7-ક લગાવવી.
- વિવિધ સ્ટીકરો યોગ્ય જગ્યાએ લગાવવા. (પ્રમુખ અધિકારીની પુસ્તિકા પેઇજ નંબર- 23)
- મતદાન મથકમાં કોઈ રાજકીય નેતા કે પક્ષના ચિન્હો હોય તો દૂર કરી મત કુટીરની ગોઠવણી કરવી.
- મતદાર કાપલીમાં અનુક્રમ નંબર, વિશિષ્ટદર્શક સિક્કો અને સહી કરીને તૈયાર રાખવા.
- ફોર્મ પરત કરવાના કવરમાં મુકવા (કવર ખુલ્લા રાખવા)
- ફોર્મમાં માહિતી નીલ” રહેવાની હોય તેવા ફોર્મ સંપૂર્ણ ભરીને કવરમાં મુકી દેવા. (કવર ખુલ્લા રાખવા)
- કવર તથા ફોર્મમાં સહી, વિશિષ્ટદર્શક સિક્કો અને વિગતો આગલા દિવસે ભરીને તૈયાર કરીને રાખવા. (દા.ત. 17-ક મતદારનું રજીસ્ટર.) (સુપરત કરેલ મતપત્ર સિવાય)
C – પ્રિસાઇડિંગ ઓફિસરે તૈયાર કરવાની વિગતો
- સૌ પ્રથમ વૈધાનિક અને બિનવૈધાનિક કવરો અને તેના ફોર્મ અલગ બનાવવા.
- કાઉન્ટર પર જમા કરાવવાના ફોર્મ અને કવર હોય તે મુજબ બંચ બનાવવા.
- દરેક કવરના ખૂણા પર કવર નંબર/નમુનાની વિગત અને ટેબલ નંબર લખીને તૈયાર કરીને રાખવા.
- અમુક વિગત ભરવા માટે ફોર્મ ન હોય તો કોરા કાગળમાં ગઈંક કરીને સહી સિક્કા કરી કવરમાં મુકવા.
- 17-ગ ની કોપી એજન્ટોને આપવાની હોવાથી વધુ બનાવવી.
- મતદાન એજન્ટોને આગલા દિવસે બોલાવી સવારે 00 કલાકે મોકપોલ કરવાનું છે તેમ કહેવું.
D- સાથે લઈ જાઓ તો સારું
- માસ્ક, સેનેટાઈઝર, પાણીની બોટલ, કેલ્ક્યુલેટર, ભૂરી લાલ-ડાર્ક પેન,પેન્સિલ, ઓઢવાની શાલ એક જોડી કપડા, હળવો નાસ્તો, મોબાઈલ અને ચાર્જર, રબરરીંગ, પુસ્તિકાઓ, મચ્છર અગરબત્તી, તાળુ-ચાવી, દરરોજ લેવાની દવાઓ.
E- મતદાનના દિવસે
- સવારે 5:00 કલાકે ઊઠીને તૈયાર થઈ જવું.
- મતદાન મથક ખાતે સવારે 15 કલાકે પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને હાજર રાખવા.
- તમામ સ્ટાફ અને એજન્ટોએ પોતાની ઘડિયાળ CU સાથે મેળવી લેવી.
- મશીનના કેબલ જોડતા કે છોડતા CU ને બંધ કરવું.
- U. અને C.U.ને એની જગ્યાએ ગોઠવી. કનેકશન જોડી સ્વીચ ઓન કરવી.
- 15 કલાકની આસપાસ મોકપોલની તમામ તૈયારી કરીને રાખવી.
- વાસ્તવિક મતદાન ચાલુ થાય તે પહેલાં મોકપોલ કરવું ફરજિયાત છે. મોકપોલ ન થાય તો REPOLL થાય તેની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની રહેશે.
- મોકપોલ 90 મિનિટમાં પૂર્ણ કરવાનું હોવાથી 30 વાગ્યે કોઈ એજન્ટ હાજર ન હોય તો 15 મિનિટ રાહ જોઈ પછી ઉમેદવાર અને નોટા સહિત ઓછામાં ઓછા 50 મત નાખી મોકપોલ કરવું.
- BU, CU અને VVPAT ને જમીન પર ન રાખતા તેને ટેબલ ઉપર જ રાખવા.
- મોકપોલ કરતાં પહેલા EVM માં કોઈ મત નથી અને VVPAT કોઈ કાપલી નથી તે ચેક કરવું.
- એક કોરા કાગળ અથવા બુકમાં બેલેટ મુજબ નામ અને નંબર લખીને રાખવા જેથી 50 મતની નોંધ કરી શકાય. (પ્રમુખ અધિકારીની પુસ્તિકા પેઇજ નંબર- 38 થી 41)
- મોકપોલ દરમિયાન BU/CU બદલવાતા પહેલાં ZONEL OFFICER ને જાણ કરવી.
- મોકપોલ દરમિયાન BU, CU કે VVPAT બંધ પડે તો ફકત બંધ મશીન બદલવું.
- મશીનમાં લાગેલા પીન્ક પેપરસીલ તૂટે નહીં તેનું ધ્યાન રાખવું.
- પ્રિસિડિંગ ઓફિસરને મતદાન કુટીરમાં જવાનું થાય તો પોલિંગ એજન્ટને સાથે રાખવા હિતાવહ છે.
- મશીનના લેચ મુક્ત કર્યા વિના દ્વાર ખોલવા નહીં.
- એજન્ટોના ફોર્મ નંબર-10 લઇ વિગત ચકાસી બિલ્લા આપવા
- કોઈપણ પક્ષના એક સમયે એક જ એજન્ટ હાજર રહશે, અદલા-બદલી કરી શકાશે મતદાર યાદી બહાર લઈ જવાની નથી. અને 00 વાગ્યા પછી એજન્ટને બહાર જવા દેશો નહીં.(મતદાન એજન્ટ / રીલિવિંગ એજન્ટ અવર જવર પત્રક બનાવવું.)
- પ્રિસાઇડિંગ ઓફિસર સિવાય કોઈએ મોબાઈલ રાખવાનો નથી. મતદાન મથકના બીજા સ્ટાફે મોબાઈલ સ્વીચ ઓફ રાખવો.. આ સૂચનાનો કડકપણે અમલ કરવાનો છે.
F- મશીનનું સીલિંગ (પ્રમુખ અધિકારીની પુસ્તિકા પેઇજ નંબર- 41 થી 43)
- મશીન સીલિંગ કરતાં પહેલા CU માંથી મોકપોલનો ડેટા ડીલીટ કરવાનું ચૂકશો નહિ.(CRC)
- મોકપોલ પૂર્ણ થયા બાદ VVPAT સ્લીપ્સ કમ્પાર્ટમેન્ટમાં એકપણ સ્લીપ્સ રહેવા દેશો નહિ.
- VVPAT માંથી નીકળેલ સ્લીપ્સને CU માંના પરિણામ સાથે ચકાસી લેશો. ( દા.ત.કોઈ એક ઉમેદવારને 5 મત હોય તો સ્લીપ્સ પણ 5 હોવી જોઈએ)
- VVPAT માંથી નીકળેલ પેપર સ્લીપો પર મોકપોલ સ્લીપ્સ” નો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મુકી પિન્ક પેપરસીલ લગાડો.
- મોડીફાઈડ ગ્રીનપેપરસીલ + સ્પેશિયલ ટેગ + સરનામા ટેગ પર એજન્ટ અને તમારી સહી કરવી.
- સેલ્ફ-એડહેસિવ સ્ટીકરવાળું મોડીફાઇડ ગ્રીનપેપરસીલ “A” અને “B” તરીકે માર્ક કરેલું હોય છે.
- મોડીફાઇડ ગ્રીનપેપરસીલ પ્રથમ A લગાવ્યા બાદ ઉપર B લગાડો નંબર વાળો ભાગ ઉપર રહે તે જોવું અને નંબર નજીક સહી કરવી.
- સ્પેશ્યલ ટેગની વિગત ભરીને પરિણામ અને પ્રિન્ટ વિભાગના ઢાંકણાંને ફીટ કરી ઈકઘજઊ બટનના ખાના પર વ્યવસ્થિત ગોઠવી સીલ કરો.
- મશીનનું સીલિંગ કરો તે દરમિયાન CU ની સ્વિચ OFF કરો અને એજન્ટોને પણ હાજર રાખો.
- મશીનને સીલ કરતી વખતે આગની જવાળા સ્પર્શે નહી અને મશીનના કોઈપણ ભાગ પર પીગળેલું મીણ કે લાખ પડે નહી તેની કાળજી રાખવી. આમ, ન બને તે માટે દોરી લાંબી રાખવી.
- એજન્ટો પાસે તમામ સીલ અને મોકપોલ કર્યાના પ્રમાણપત્ર અને એકરારનામામાં સહી કરાવી લેવા.
- સરનામા ટેગની વિગત ભરીને પરિણામ અને પ્રિન્ટ વિભાગનું ઢાંકણ બંધ કરી લાખથી સીલ કરો.
- સીલિંગ થયા પછી BU, VVPAT અને CU ના કેબલ જોડી.પ્ર્રથમ VVPATના પેપર રોલ નોબને અનલોક કરી CU ની સ્વિચ ઘગ કરો.
- *તમામ પોલિંગ સ્ટાફ અને એજન્ટોને પોતાની જગ્યાએ બેસવા કહેવું.
G- વાસ્તવિક મતદાન શરૂ કર્યા પછી
- બરાબર 00 વાગ્યે મતદાન શરૂ કરવું.
- મતદાન કરતાં પહેલા PRO અને PO -1 બંને ભેગા મળીને CU નું ટોટલ ચેક કરી લઈને 17-A(ક) મતદાર રજીસ્ટરમાં લાલપેનથી કંટ્રોલ યુનિટનું ટોટલ ચેક કરવામાં આવ્યું છે અને તે શૂન્ય જણાયું છે એવું લખવું.
- મતદાર ઉમેદવાર નામ સામેનું બટન દબાવતા બીપ અવાજ કે લાઈટ ન થાય તો BU/CU બદલવા.
- દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની મેળવી લેવા
- દર બે કલાકે મતદાન રજીસ્ટર 17-A(ક) અને CU તથા સ્લીપ્સની સંખ્યા મેળવતા રહેવું.
- દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની ટકાવારી કાઢતા રહેવું
- કવરો, ફોર્મ, પ્રિસાઇડિંગ અહેવાલ અને ડાયરીની વિગતો સમયાંતરે ભરતા રહેવું જોઈએ.
- બેલેટ આપ્યા પછી છેલ્લો મતદાર મત આપવાનો ઇન્કાર કરે તો CU નો POWER SWITCH OFF કરી. CU ફરીથી ચાલુ કરવું.
- વાસ્તવિક મતદાન દરમિયાન BU કે CU બંધ પડે તો આખો સેટ બદલવાનો થાય. નવા મશીનમાં એક એક મત આપીને મોકપોલ કરવાનું રહશે.
- વાસ્તવિક મતદાન દરમિયાન VVPAT બંધ થાય તો ફક્ત VVPAT બદલવું. મોકપોલ કરવાનું નથી.
- તેમાથી નીકળેલ પેપર સ્લીપ્સ પર મોકપોલ સ્લીપ્સ” નો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકીને પિન્ક પેપરસીલ લગાવું.
- બંધ પડેલા BU-CU કે VVPAT ને સીલ કરીને પ્રિસાઈડીંગ ઓફિસરે પોતાની પાસે રાખી રીસિવિંગ સેન્ટર ખાતે જમા કરાવવાના રહેશે.
H- મતદાનના અંતે
- સાંજે 00 વાગ્યા પહેલા જો કેમ્પસમાં મતદાર હોય તો છેલ્લા મતદારને એક નંબર આપીને ક્રમિક રીતે કાપલી આપવી. * છેલ્લે એક નંબરની કાપલી આપેલ મતદાર આવી ગયે મતદાન પૂર્ણ થયે અથવા 6.00 વાગ્યે CU પરનું કેપ ખોલી CLOSE બટન દબાવી ફરી કેપ લગાવી મતદાન પૂર્ણ કર્યાની જાહેરાત કરવી.
- માર્કકોપી, મતદાર રજીસ્ટર, કાપલી અને મશીનના મતોનું હિસાબનું મેળવણું કરવું.
- CUની સ્વીચ ઓફ કરી BU, CU અને VVPATના કેબલ અલગ કરી મશીનને કેરિંગ બેગમાં મુકીને સરનામા ટેગથી સીલ કરો.
- 17-A(ક) મતદાર રજીસ્ટરમાં છેલ્લે છેલ્લો ક્રમ લખી પોતે, ત્રીજા મતદાન અધિકારી અને એજન્ટની સહી કરવી.
- 17-ગ માં થયેલ મતદારના આંકડા ભરી એક કોપી એજન્ટોને આપવી. પોતાની પાસે બે કોપી રાખવી.
- પ્રિસાઇડિંગની ડાયરીની તમામ વિગતો ભરી PO-1, 2 ની સહી લો
- તમામ કવરો પેક કરીને તેને મોટા કવરમાં મૂકવા.