જેમ જેમ શ્રીમદ્ રાજચંદ્રજીનું સાંનિઘ્ય અને બોધ પ્રાપ્ત થતા હતા તેમ તેમ શ્રી મુનિવરોની આત્મલક્ષી બોધ પામવાની ઝંખના વધતી જતી હતી. હવે કૃપાનાથ શ્રીમદ્ રાજચંદ્રજીનો વિરહ સહેવાતો ન હતો.

આ સમય દરમ્યાન નડિયાદમાં લખાયેલી શ્રી આત્મસિઘ્ધિ શાસ્ત્ર જેવી અમૂલ્ય કૃતિની એક નકલ શ્રી લઘુરામ મુનિને એકાંતે અવગાહવા માટે મોકલવામાં આવી. મુનિશ્રીનાં હર્ષનો પાર ન રહ્યો. નિરંતર શ્રી આત્મસિઘ્ધિ શાસ્ત્ર નો સ્વાઘ્યાય કરવા લાગ્યા.

વિક્રત સંવત ૧૯૫૪માં મુનિશ્રીનાં જીવનમાં અદ્ભુત ઘટના ઘટી. શ્રીમદ્ રાજચંદ્રએ વસો મુકામે એક માસ માટે નિવાસ કર્યો, અસીમ કૃપા કરી મુનિઓને ઉપદેશ દ્વારા અપૂર્વ લાભ પ્રાપ્ત કરાવ્યો. શ્રી લઘુરાજ મુનિનો દ્રષ્ટિરાગ પલટાવી આત્મદ્રષ્ટિ કરાવી પરિણામે સમ્યકત્વની પ્રાપ્તિ થઇ. આ અપૂર્વ સગામગથી પ્રાપ્ થયેલા લાભ વિષે મુનિશ્રી જણાવે છે કે, સત્યુ‚ષની પ્રતીતિનો નિશ્ર્વય રોમેરોમમાં ઉતરી ગયો અને આજ્ઞાવશ રહેવાની વૃત્તિ દઢ બનતી ગઇ અને સત્યપુ‚ષનાં ચરણોમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે પડવા લાગ્યો, આમ, મુનિશ્રી ધન્ય બની ગયા.

વિક્રમ સંવત ૧૯૫૫માં કૃપાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ ઇડર મુકામે અદભુત સમાગમ આપી અમૂલ્ય બોધવર્ષ કરી, શ્રીમદ્ રાજચંદ્રજી દેહની દરકાર કર્યા વગર અહીંના પહાડો અને જંગલોમાં વિચરતાં અને આગમની ગાથાઓ લલકારતાં. ત્યારબાદ ઘ્યાનમાં બેસી સમાધિસ્થ થઇ જતાં તેઓશ્રીની વીતરાગસ્વ‚પ આવી પરમશાંત સ્થિતિ જોતાં મુનિઓ મનમાં અપૂર્વ શાંતિ અનુભવતાં.

એક દિવસ શ્રીમદ્ રાજચંદ્રજી સાતેય મુનિઓને લઇ ઘંટીયા પહાડ ઉપર ગયા. ત્યાં સિઘ્ધશિલા સમાન વિશાળ શિલા પર બિરાજમાન થઇ પુષ્કરાવર્ત મેઘો જેવી અતિવૃષ્ટિ કરી બોધવર્ષા વરસાવી.

સાતેય મુનિઓએ આજ્ઞાપૂર્વક એકાગ્ર ચિત્તે અચળપણે બેસીને દ્રવ્યસંગ્રહનો બોધ ગ્રહણ કર્યો. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ દ્રવ્યસંગ્રહ અર્થરહિત સમજાવતાં મુનિઓના ભાવ વૃઘ્ધિ પામ્યા હતા. આ સમાગમ વિષે રી દેવકરણજી મુનિએ જણાવ્યું કે, દેવાલયના શિખર ઉપર કળશ ચડાવ્યો હોય તેવો સર્વોપરીસ અને કલ્યાણકારી સત્સંગ બની ગયો.

આમ, એકબાજુ પરમકૃપાળુદેવ જેવા મહાજ્ઞાનીપુ‚ષ પ્રત્યે મુનિઓનો ભકિતભાવ ઉત્કૃષ્ટપણે વધતો જતો હતો તો બીજી બાજુ સંઘ અને ગચ્છ તરફથી વિરોધના પરિણામ વધતા જતા હતા, કારણ કે મુનિ થઇ કોઇ ગૃહસ્થને ગુરુ તરીકે સ્વીકારે તે વાત સંઘને મંજુર ન હતી, પરિણામ ખંભાતના સંઘે મુનિવરોને સંઘાડા બહાર મુકયા.

કોઇપણ જાતના વિરોધ વગર મુનિઓ સંઘથી છૂટા પડયા. મુનિશ્રીએ જણાવ્યું કે, મોક્ષપ્રાપ્તિ લક્ષે  સંસાર છોડયો ત્યાં આ લપીયા સંઘાડાનુ: વળગણ થયું તે પણ ઉપકારી ગુરુદેવની કૃપાથી છૂટી ગયું.

ત્યારબાદ ગુજરાતના ક્ષેત્રોના વિવિધ સ્થળોએ મુનિઓને બોધ આપતાં પરમકૃપાદેવે સમજાવ્યું કે, મુનિ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી માટે આંતરમાં દ્રષ્ટિ કરજો. અમદાવાદમાં પોતાના પોતાના હ્રદયની વાત મુનિઓ સમક્ષ કહેતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ જણાવ્યું કે, અમોને અસંગ થઇને રહેવું ગમે છે. કોઇના પરિચયમાં આવવું ગમતું નથી. વીતરાગતા સિવાય અમોને કોઇ વેદન નથી. આ વાત સાંભળી મુનિએ હર્ષ અને સંતોષ પામ્યા.

મુનિવરોને કયાં ખબર હતી કે શ્રીમદ્ રાજચંદજી સાથેનું આ અંતિમ મિલન હતું. શ્રીમદ્ રાજચંદ્રજી રાજકોટ પધાર્યા, હવે શરીર સાથ આપતું ન હતું. પણ દઢતાપૂર્વક સ્વ‚પમાં નિરંતર સ્થિત હતા. વિક્રમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના સમાધિભાવે તેઓશ્રી દેહ-વિલયને પામ્યા.

શ્રીમદ્ રાજચંદ્રજીનું આવું આઘ્યાત્મિક જીવન આ દુષમકાળમા સતજિજ્ઞાસુઓને પ્રેરણા‚પ બની રહેશે. આવા મહાત્માને અગણિત વંદન હોજો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.