જસદણ પંથકના દર્દીઓને ટુંકાગાળામાં લાભ મળશે

જસદણથી આઠ કિલોમીટર દૂર આવેલ રૂ ૪૦ કરોડના ખર્ચે માતૃશ્રી કે.ડી.પરવાડીયા હોસ્પિટલનું પાંચમાળનું બાંધકામ પૂર્ણ થતા જસદણ , વિંછીયા, બાબરા, આ ત્રણેય તાલુકાના તમામ દર્દીઓને બહું જ ટુંકાગાળામાં આ હોસ્પિટલનો લાભ મળશે. આ અંગે પટેલ સમાજના મોભી લાલજીભાઈ જાડાએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતની કેટલીક હોસ્પિટલમાં અને ખાસ કરીને જસદણ, વિંછીયા, બાબરા જેવા તાલુકાના છેવાડાના ગામડાઓમાં કોઈ જટીલ આરોગ્ય સુવિધા ન હોય તેથી આ હોસ્પિટલ હજારો દર્દીઓને આર્શીવાદરૂપ થશે.

લાલજીભાઈ જાડાએ વધુમાં ઉમેર્યું છે કે હાલ આ હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થયું છે.૧૧ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ સુધારક નહી પરંતુ સ્વીકારક સંત મોરારીબાપુના આર્શીવચન સાથે માતૃશ્રી કાશીબેન પરવાડીયા, અને હરેશભાઈ પરવાડીયાના રૂપાણીએ ખાતમૂહૂર્ત કર્યું હતુ.

ફકત ૨૦ માસના ટુંકાગાળામાં આ હોસ્પિટલનું બાંધકામ પૂર્ણ થયું છે. આગામી વર્ષમા શરીરના તમામ રોગોના નિષ્ણાંત ડોકટરોની સેવાઓ મળશે. લાલજીભાઈ જાડાએ છેલ્લે જણાવ્યું કે આ હોસ્પિટલ સર્વે સમાજને ઉત્તમ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડશે જ આ કાર્યમાં ડો. ભરતભાઈ બોધરા, બાબુભાઈ અસલાલીયા, હરેશભાઈ પરવાડીયા, સહિત ગુજરાતભરનાં દયાવાન લોકોનો સહકાર સાંપડયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.