ચૂંટણી જાહેર થયાના 48 કલાકમાં સરકાર યોજનાના ભિત સુત્રો, સ્ટીકર, કલેન્ડર હટાવી દેવાશે
અબતક,રાજકોટ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ને અનુલક્ષીને અમલમાં આવનારી આદર્શ આચાર સંહિતા તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ આયોજન માટે રાજકોટ જિલ્લાના ચૂંટણી નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ હતી.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના રાજકોટ જિલ્લાના વિવિધ વિભાગોના નોડલ ઓફિસરોને ચૂંટણી સંબંધીત જરૂરી સૂચનાઓ ખાચરે આપી હતી. ચૂંટણીની જાહેરાત થયાના 48 કલાકમાં તમામ જાહેર સ્થળોએથી સરકારી યોજનાઓના ભીતચિત્રો, સૂત્રો, સ્ટીકર, કેલેન્ડર વગેરે જેવી સરકારી સામગ્રીઓ તાત્કાલિક અસરથી હટાવવા અંગે શ્રી ખાચરે ખાસ તાકીદ કરી હતી. 80 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારો માટે વ્હીલ ચેર, અટેન્ડન્ટ અથવા વોલન્ટીયરની મતદાનના દિવસે વ્યવસ્થા કરવા સંબંધીત વિભાગોના નોડલ ઓફિસરોને શ્રી ખાચરે સૂચના આપી હતી. ઉમેદવારોના નામોની યાદી ફાઈનલ થયા બાદ પોસ્ટલ બેલેટના વિતરણની વ્યવસ્થા, રેન્ડમાઇઝેશન, વેબ કાસ્ટીંગ, પ્રત્યેક મતદાન કેન્દ્ર ખાતે બે મહિલા કર્મચારીઓની ફાળવણી, રીસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટર, આદર્શ આચારસંહિતાના ભંગ અંગે ઈ ટઈંૠઈંક એપમાં ઓનલાઈન ફરિયાદ થયાની 100 મિનિટમાં ફરિયાદનુ નિવારણ, વગેરે બાબતો અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મોડેલ કોડ ઓફ ક્ધડક્ટ, મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી, મતદાન જાગૃતિ, માઈગ્રેટરી ઇલેક્ટ્રોરલ્સ, પેઈડ ન્યુઝ, વાડી વિસ્તારના મતદાતાઓ, ઓબ્ઝર્વર્સ વગેરેની કામગીરી અંગે આ બેઠકમાં પરામર્શ કરાયો હતો. આ બેઠકમાં જી.એસ.ટી. ડેપ્યુટી કમિશ્નર સ્વામી, જી.આઇ.ડી.સી.ના રીજીયોનલ મેનેજર ડી.એસ.ઠક્કર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષ દીહોરા, અનુસુચિત જાતિ કલ્યાણ અધિકારી સી.એન.મિશ્રા, કાર્યપાલક ઇજનેર કે.એન.ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા, ડીસ્ટ્રીકટ ઇન્ફોર્મેટીકસ ઓફિસર પલ્લવ કેન્ડુરકર, કોટક સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. જયેશ જાવિયા અને ડી.આર.ડી.એ., આર.ટી.ઓ., જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પુરવઠા, યુનિવર્સિટી, ટેલીકોમ, ટ્રેઝરી, જી.એસ.આર.ટી.સી. વગેરે વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.