હળવદના સરા રોડ પર રહેતા પરિણીતાને ઘરકામ સહિતની બાબતોને લઈ સાસુ, સસરા, જેઠ, નણંદ સહિતના ત્રાસ આપતા હોય આઠ સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જ્યોતીબેન હસમુખભાઇ પરમાર જાતે-અનુ.જાતિ ઉવ ૨૩ ધંધો-ઘરકામ, રહે. હળવદ સરા રોડ દલીતવાસ તા.હળવદ જી.મોરબી હાલ- લજાઇ તા.ટંકારા જી.મોરબી વાળાને (૧) જેઠ ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર (૨) જેઠાણી લક્ષ્મીબેન ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર (૩) સાસુ રામુબેન વા/ઓ પ્રેમજીભાઇ અરજણભાઇ પરમાર (૪) કુટુંબી જેઠ રાજુભાઇ કરશનભાઇ (૫) કૂટુંબી કાકાજી સસરા બીજલભાઇ અરજણભાઇ પરમાર (૬) નણંદ કાંન્તાબેન વા/ઓ બળવંતભાઇ (૭) નણંદ ગીતાબેન વા/ઓ વાલજીભાઇ (૮) નણંદ મધુબેન વા/ઓ પ્રવિણભાઇ રહે નં.૧,થી ૫ હળવદ જુના દલીતવાસ સરા રોડ તા. હળવદ જી.મોરબી તથા નં. (૬) મૂળી તા.મુળી જી.સુરેંદ્રનગર (૭) કીડીગામ તા.હળવદ વાળા ત્રાસ આપતા હોય પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ મામલે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૧૧૪ મુજબ સાસુ તથા જેઠ-જેઠાણી તથા સગા ત્રણ નણંદ તથા કુટુંબી જેઠ તથા કૂટૂંબી કાકાજી સસરા વિરુદ્ધ શારીરીક તથા માનશીક દુખ ત્રાસ આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.