ધોરાજી માં સરદાર ચોક થી જેતપુર રોડ થી ઉપલેટા રોડ સુધી લાખો રૂપિયા ના ખર્ચે કરી આર સી રોડ બનાવવામાં આવ્યો છે જેનો સમય ફક્ત બે કે ત્રણ મહિના પહેલાં જ બનાવ્યો છે પણ આ આર સી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર ની ઉઠતી ફરીયાદ અને બુ જોવાં મળી છે
એક થી દોઢ કિલોમીટર નો આ આર સી રોડ માં તિરાડો તથા ખાડા નજરે ચડે છે અને આ આર સી રોડ સદંતર નિષ્ફળ ગયો છે તાજેતરમાં જ બનાવેલા રોડ પર પોતાની ભુલો જતી ન થાય અને તેનાં માટે આર સી રોડ ઉપર ડામર સ્ટરીચ નાખવામાં આવી છે અને ડામર નાખવામાં આવેલ છે કોન્ટ્રાકટરે પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવું કૃત્ય કર્યુ હોય તેવું લોકો માં ચર્ચાય રહયું છે અને આર સી રોડ પર ડામર પાથરવામાં આવ્યો છે તેની અને આ આર સી રોડ માં યોગ્ય ઉચસતરીય તપાસ થવી જોઈએ તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે :
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,