જયાબેન ડાંગર પોતાના મોબાઇલ નંબર જનતા માટે જાહેર કર્યા
શહેરમાં સ્ટ્રીટલાઇટ ગુલ થવા સહિતની રોશની શાખાને લગતી ફરીયાદો માટે કોર્પોરેશનની રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગરે પોતાના મોબાઇલ નંબર જાહેર કર્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની રોશની સમિતિના ચેરમેન જયાબેન હરીભાઇ ડાંગરના અઘ્યક્ષ સ્થાને રોશનિ વિભાગના અધિકારીઓ સાથે રીવ્યું મીટીંગ યોજાઇ હતી. બજેટમાં મુકાયેલી યોજનાઓ વહેલામાં વહેલી તકે થાય તેમ જ લોકોની ફરીયાદો તાત્કાલીક પુરી થાય તેવી સુચના આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થતાં આગામી દિવસોમાં બજેટમાં લેવાયેલી યોજનાઓ ઝડપથી પૂર્ણ થતાં આગામી દિવસોમાં બજેટમાં લેવાયેલી યોજનાઓ ઝડપથી પૂર્ણ થાય તેવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. સોસાયટીઓની ફરીયાદો તાત્કાલીકો સોલ્વ કરવી તેમજ ડે. એન્જીનીયર ઓને રોજની કામગીરીનું મોનીટરીંગ કરવું આગામી દિવસોમાં જુદી જુદી જગ્યાઓ પર હાઇ માસ્ક મૂકવામાં આવનાર છે.
જેવા પ્રોજેકટની સમીક્ષા કરી હતી. રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બંધ પડેલ એલઇડી લાઇટ પેટ્રોલીંગ કરી ચાલુ કરાવી. સાથે ચેરમેન દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે. લોકોની ફરીયાદ ઝડપથી સોલ્વ કરવા રાજકોટ મહાનગરપાલિકાના ફોન નંબર પર ફરીયાદ લખાવવી 2450077 સાથે ચેરમેનના નંબર પર વોટસએપ અથવા કોલ પર ફરીયાદ કરી શકો છો. તેઓએ પોતાના મો. નં. 99743 43643 જનતા માટે જાહેર કર્યા છે.
ત્રણ વોર્ડના ચાર સર્કલોમાં હાઇ માસ્ક ટાવર ઉભા કરાશે
શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડના ચાર સર્કલોમાં હાઇ માસ્ક ટાવર લગાવવા માટે બજેટમાં ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. હવે ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે ફરી વિકાસકામોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. હાઇ માસ્ક ટાવર માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ કામ મંજૂર થતાંની સાથે જ ટાવર ફિટ કરવાનું કામ શરૂ કરાશે.
આ અંગે વધુ માહિતી આપતા રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું હતું કે વોર્ડ નં.11માં કટારીયા ચોક અને નાનામવા રોડ પર મોકાજી સર્કલ ખાતે, વોર્ડ નં.12માં વગડ ચોક, વોર્ડ નં.13માં સ્વામિનારાયણ ચોક ખાતે હાઇ માસ્ક ટાવર લગાવવા માટેની કામગીરી હાથ પર લેવામાં આવી છે. ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. ત્યારબાદ ટેન્ડર મંજૂર થતાંની સાથે જ કામગીરી શરૂ કરાશે.