વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેમજ હોસ્ટેલમાં રહેતી બાળાઓના વાલીઓમાં રોષ યોગ્ય પગલા નહીં ભરાય તો વિદ્યાર્થિનીઓને ઘેર લઈ જવાની વાતથી દોડધામ  

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે વધુ એક બાળાઓના સલામતી માટેના પગલા ઉપર આંગળી ચિંધાઈ તેઓ સળગતો પ્રશ્ન સામે આવ્યો છે. વઢવાણ ખાતે આવેલ વિકાસ વિદ્યાલય સંસ્થા સંચાલિત વિદ્યાલયના કેમ્પસમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં આવારા તેમજ લુખ્ખા તત્વોના ત્રાસ અંગે વાલીઓએ આક્ષેપ કરી સંસ્થા ખાતે ઉગ્ર રજુઆતો કરી હતી અને હોસ્ટેલમાં સીક્યોરીટી ગાર્ડ હોવા છતાં વિદ્યાર્થીનીઓની સલામતી ન જળવાતા રોષ દાખવ્યો હતો. વઢવાણ શહેરી વિસ્તારમાં આવેલ સંસ્થા સંચાલિત વિદ્યાલયના કેમ્પસમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલમાં અનેક વિદ્યાર્થીનીઓ રહે છે તેમજ અભ્યાસ પણ કરે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગર્લ્સ હોસ્ટેલની દિવાલ કુદીને આસપાસના વિસ્તારમાં રહેતાં આવારા તેમજ લુખ્ખા તત્વો પ્રવેશ કરી હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતાં હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીનીઓના વાલીઓએ વિદ્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજુઆતો કરી હતી તેમજ હોસ્ટેલમાં સીક્યોરીટી ગાર્ડ હોવા છતાં વિદ્યાર્થીનીઓની સલામતી ન જળવાતા રોષ દાખવ્યો હતો.

જ્યારે આ અંગે સંચાલકો દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહિં આવે તો વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાંથી ઘરે લઈ જવા સુધી વાત પહોંચતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ અંગે સંસ્થા તેમજ હોસ્ટેલના જવાબદાર અધિકારીઓ અને સંચાલકોના જણાવ્યા મુજબ વાલીઓના તમામ આક્ષેપોને નકારી કાઢયા હતાં અને તેમ છતાંય વિદ્યાર્થીનીઓની સલામતીને ધ્યાને લઈ આવારા તેમજ લુખ્ખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી અને વાલીઓને તેમજ વિદ્યાર્થીનીઓને સમજાવ્યા હતાં. તે છતાં પણ વાલીઓ દ્વારા પોતાની બાળાઓ અસુરક્ષિત હોવાનું સંસ્થાને જણાવી અને પોતાના ઘરે અભ્યાસ કરતી બાળાઓ અને લઈ જવામાં આવી હતી.

 

અજાણ્યા યુવકો બાથરૂમમાં ઘુસી જતા હોવાની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પાસે આવેલી અને અનેક વર્ષોથી મહિલાના વિકાસ માટે ચાલતી સંસ્થા વિકાસ વિદ્યાલય ખાતે રાત્રી દરમિયાન બહારથી અજાણ્યા યુવકો પ્રવેશ મેળવી અને વિદ્યાલયના પરિપથમાં આવી અને વાળાઓની હોસ્ટેલમાં પ્રવેશ મેળવી અને રાત્રે બાથરૂમમાં ઘુસી જતા હોવાની રાવ ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સિક્યુરિટીની વ્યવસ્થા ના હોવાના કારણે આવા બનાવો બનતા હોવાનું વાલીઓ દ્વારા આક્ષેપમાં જણાવી અને વઢવાણ વિકાસ વિદ્યાલય ખાતે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

110થી વધુ બાળાઓ આ વિદ્યાલયમાં રહી અને અભ્યાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાત્રિ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પરિસરમાં પ્રવેશ મેળવી અને જ્યાં આ બાળકોને રહેવાનું હોસ્ટેલ આવેલું છે ત્યાં આવેલ બાથરૂમમાં અજાણ્યા યુવકો ઘૂસી જય અને રાત્રી દરમ્યાન બહારના ભાગથી જ્યાં બાળાઓ રાત્રી દરમિયાન હોસ્ટેલમાં વસવાટ કરી રહી છે તે હોસ્ટેલમાં આવેલી બારીઓના કાચ પથ્થરથી ફોડતા હોવાની રાવ ફરિયાદ પણ વાલીઓ દ્વારા સંસ્થાના સંચાલકોને કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.