ગટરની લાઇન તૂટતા રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું : જન આરોગ્ય સામે મોટું જોખમ
મોરબીના સરદારબાગ પાસે આવેલી આદર્શ સોસાયટીની ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી સોસાયટીના રસ્તા પર ગટરના પાણી વહેતા થયા છે. ત્યારે આ અંગે સોસાયટીના એક જાગૃત નાગરિકે ટ્વિટર મારફતે પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી તાત્કાલિક લાઈન રીપેર કરવાની માંગ ઉઠાવી હતી.
મોરબીના શનાળા રોડ પર સરદારબાગ પાસે આવેલી આદર્શ સોસાયટીના રહીશ પ્રતીક પટેલે પાલિકાના ચીફ ઓફિસરને જણાવ્યું હતું કે તેઓની સોસાયટીમાં નવો રોડ બનાવવાનું કામ ચાલુ છે. જેનું ખોદકામ કરતી વેળાએ ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ છે. લાઈન તૂટતા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર ભરાઈ જાય છે. આ ભૂગર્ભ ગટરની લાઈન તૂટતા સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે.
ભૂગર્ભ ગટરનું પાણી સોસાયટીના રસ્તાઓ પર ફરી વળે છે. જેના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે સાથે ગંદકી પણ વધી છે. હાલ આ ગંદકીના કારણે સોસાયટીના રહીશોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે. જેથી તાત્કાલિક ભૂગર્ભ ગટરની લાઈન રીપેર કરાવવામાં આવે તેવી રહીશોની માંગ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com