ગામડેથી રીક્ષા કે છકડો લઇને આવતા વાહન ચાલકો પાસે વાહન દીઠ રૂ. ૧૦૦ ઉધરાવતા હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે જ્યારે શહેરી વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની કથળતી જઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસનો જાણે કોઈ ડર જ હોય તે રીતે ગુનેગારો બેફામ બનતા જઈ રહ્યા છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ટ્રાફિક પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં મજૂરી કરી લારી ચલાવી શાકભાજી વેચાણ કરી અને કમાણી કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે તેવા વર્ગને ટ્રાફિક પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની રાવ ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉઠવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અજરામર ટાવર ચોકથી લઈને પોપટ પરા વિસ્તાર સુધી જાહેર રોડ ઉપર ઊભા રહીને બજાર ની બાજુમાં રોડની સાઈડમાં ખુલ્લી પડેલી જગ્યામાં લારી રાખી અને વિવિધ પ્રકારના વસ્તુ અને શાકભાજી સહિતની વસ્તુ વેચી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા લોકોને ટ્રાફિક પોલીસ હેરાન કરતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ બાબતે ચર્ચાનો દોર યથાવત રહેવા પામ્યો છે
ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગામડાથી વાહન લઇને આવતા છકડો રીક્ષા કે અન્ય વાહનચાલકો પાસેથી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ ના ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા રીક્ષા અને છકડાના વાહનચાલકો પાસેથી ૧૦૦ રૂપિયા વગર મેમો આપ્યા વગર કે વગેરે દંડ ફટકાર્યા વગર પડાવા આવતી હોવાની ચર્ચાએ સુરેન્દ્રનગર જિલ્લામાં જોર પકડ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં બે ગામોને જોડતા રોડ રસ્તા ઉપર અને સર્કલ પાસે હાઈવે ઉપર ના પોઇન્ટ માં નોકરી ના સમય કરતા પહેલા ટ્રાફિક પોલીસ જવાનોનો પોઇન્ટ ગોઠવાઈ જઈ રહ્યો છે તેવી ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે ત્યારે બીજી તરફ એવી પણ ચર્ચા વહેતી થવા પામી છે કે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાહનચાલકો પાસેથી ટ્રાફિક બ્રિગેડના જવાન દ્વારા ખોટી રીતે વાહન રૂપિયા ૧૦૦ પાડવામાં આવતી હોવાની ચર્ચા પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે.